Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગઈ રાતે ખાણીપીણીની દુકાનો અને લારીઓ પાસે એક સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી વ્યાપી હતી.
વૃંદાવન ચોકડી પાસે મહાવીર પાવભાજીના રસોડા પાસે દોઢેક ફૂટનો બિનઝેરી સાપ આવી જતા ગભરાટ ફેલાયો હતો. જેને કારણે દુકાનદારે તેના નોકરને સાપને મારવાનું કહેતા તેણે પથ્થરથી સાપને છુંદી નાખ્યો હતો.
બનાવને પગલે જીવ દયા પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાયો હતો અને કોઈએ વિડીયો શુટીંગ કરી ફોરેસ્ટ વિભાગને જાણ પણ કરી હતી. જેથી સાપનો મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો અને દુકાનદાર તેમજ તેના નોકરની સામે કાર્યવાહી હાથ ધરી છે.