
અમદાવાદ,શનિવાર,2 ઓગસ્ટ,2025
અમદાવાદમાં પહેલા દિવસે દશામાની દસ હજારથી વધુ નાની-મોટી
મૂર્તિનું વિવિધ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૧૮ જેટલા કુંડમાં
વિધિવત વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મોડી રાત સુધી વિવિધ વિસ્તારમાં ભકતો માની
મૂર્તિ લઈ રંગે ચંગે ભકિતભાવપૂર્વક વિદાય આપતા નજરે પડયા હતા.