સાયલા
પંથકમાં ખનન માફિયા બેફામ
રસ્તા
પર પડેલા મસમોટા પથ્થરોના કારણે વાહનોમાં નુકસાન ઃ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની નિષ્ક્રિયતા
સામે સવાલ
સાયલા – સાયલા સુદામડા રોડ ઓવરલોડ
ડમ્પરોમાંથી વેરાયેલા પથ્થરથી લોકોના જીવ સામે જોખમ ઊભુ થયું છે. પોલીસ તંત્ર,
ખાણ ખનીજ વિભાગની રહેમનજર હેઠળ બેરોકટોક દોડતા ડમ્પરો સામે વાહન ચાલકોમાં
ભારે રોષ જોવા મળ્યો હતો.
સુદામડા
વિસ્તારમાં મોટા પ્રમાણમાં બ્લેક સ્ટોન પથ્થરની ખાણો આવેલી છે જેમાં બેરોકટોક ખનીજનું
મોટા પ્રમાણમાં ખનન થઈ ડમ્પરોમાં ઓવરલોડ ભરી કવોરી ઉદ્યોગ પર લઈ જવાય છે. સાયલાથી પાળીયાદ
તેમજ બોટાદને જોડતો આ માર્ગ સારંગપુર મંદિરે તેમજ પાળીયાદની જગ્યાએ આવવા જવા માટેનો
મુખ્ય માર્ગ પણ છે. ત્યારે શનિવારે ગેરકાયદે ખનન કરી ઓવરલોડ પથ્થરો ભરેલા ડમ્પરમાંથી
પથ્થરો નીચે પડતા વાહનોમાં નુકસાન થવાની અને બાઇક ચાલકો અને કાર ચાલકોમાં અકસ્માત સર્જાવાની
ભીતિ સેવાઇ રહી છે. અગાઉ રસ્તા પર પડેલા મોટા
પથ્થરોના કારણે અકસ્માતના બનાવો પણ બન્યા છે. ત્યારે આજે શનિવારનો દિવસ હોય મોટી સંખ્યામાં
લોકો સાળંગપુર દાદના દર્શને જતાં હોય અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. રસ્તા પર પડેલા
મોટા પથ્થરોના કારણે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ રસ્તા પર બેરોકટોક દોડતા
ડમ્પરો પર તંત્ર ક્યારે રોક લગાવશે તેવા સવાલો ઊભા થયા છે.