કલોલ : કલોલ ની કોર્ટમાં ૧,૫૦,૦૦૦ નો ચેક પરત
ભરવાનો કે ચાલી રહ્યો હતો જેમાં કોર્ટે વકીલની દલીલો અને પુરાવાઓ વગેરેને ધ્યાને
લઈને આરોપીને છ માસની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમ એટલે કે ૩,૦૦,૦૦૦ ફરિયાદીને
વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો અને વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૧૫ દિવસની
કેદની સજા નો હુકમ કર્યો હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં આવેલા અર્થ એલિગેર્સ માં
રહેતા રતનાણી મનોજ ચંદ્રકાંતભાઈ અડાલજ માં નોકરી કરતા હતા તે વખતે તેઓ શક્તિ
રસિકલાલ શાહ રહે કાના ફ્લેટ્સ નિર્ણયનગર અમદાવાદના સંપર્કમાં આવ્યા હતા અને બંને
વચ્ચે મિત્રતા થઈ હતી અને મિત્રતાના નાતે મનોજભાઈએ સતિષભાઈ ને ટુકડે ટુકડે ૩,૬૭,૦૦૦ ધંધાના
કામમાં જરૃરિયાત ઊભી થતા ઉછીના આપ્યા હતા તે પૈકી સતિષભાઈ સાહેબ મનોજભાઈને ૨,૧૭,૦૦૦ ચૂકતે કરી
દીધા હતા અને બાકી નીકળતી રકમ ?૧,૫૦,૦૦૦ નો ચેક તેઓએ
મનોજભાઈ ને આપ્યો હતો મનોજભાઈએ તે ચેક પોતાના ખાતામાં ભરતા અપૂરતા ભંડોળ ના શેરા
સાથે ચેક પરત આવ્યો હતો જેથી તેઓએ કલોલ કોર્ટના વકીલ રિશી એસ જોશી મારફતે સતિષભાઈ
ને નોટિસ આપી હતી તેમ છતાં તેઓએ નોટિસ અમલ કર્યો ન તો જેથી તેઓએ કલોલ કોર્ટમાં
સતીશ રસિકલાલ શાહ સામે પી નેગોસીએબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ફરિયાદ
દાખલ કરી હતી જે ફરિયાદ કલોલ ના બીજા એડિશનલ જજ ની કોર્ટમાં ચાલી ગઈ હતી જેમાં
ફરિયાદ પક્ષના વકીલ રિશી એસ જોશીની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે
આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને છ માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો
અને ચેકના રકમની બમણી રકમ એટલે કે રૃપિયા ત્રણ લાખ પૂરા ફરિયાદીને વળતર તરીકે
ચૂકવી આપવા અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૧૫ દિવસની કેદની સજા નો હુકમ કર્યો
હતો.