અમદાવાદ,શુક્રવાર,28 માર્ચ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ ખાતાની આવક રુપિયા
૨૧૯૪.૯૦ કરોડ ઉપર પહોંચી છે. શુક્રવારે એક દિવસમાં રુપિયા ૨૦.૩૩ કરોડ આવક થઈ
હતી.રીબેટ યોજનામાં અત્યાર સુધીમાં ૯૩૪૮૫ કરદાતાઓએ લાભ લીધો છે.કુલ રુપિયા ૪૦.૨૦
કરોડનું વ્યાજ માફ કરાયુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ ખાતાની આવક રુપિયા
૨૧૯૪.૯૦ કરોડ ઉપર પહોંચતા મ્યુનિસિપલ
કોર્પોરેશનના ઈતિહાસમાં એક વર્ષમાં થયેલી
આ સૌથી વધુ આવક છે.પ્રોપર્ટી ટેકસ,પ્રોફેશનલ
ટેકસ અને વ્હીકલ ટેકસ પેટે ગત વર્ષમાં ૨ુપિયા૨૧૫૨.૮૨ કરોડ આવક થઈ હતી.
મ્યુનિ.તંત્ર દ્વારા ૩૧ માર્ચ સુધી રજાના દિવસે પણ ટેકસની રકમ લેવાશે.
મ્યુનિ.તંત્રને કયા ટેકસની કેટલી આવક
પ્રકાર આવક(કરોડમાં)
પ્રોપર્ટી ૧૬૮૩.૧૭
પ્રોફેશન ૨૬૮.૬૯
વ્હીકલ ૨૨૧.૨૧
કુલ ૨૧૯૪.૯૦
ઝોન મુજબ કયાં કેટલી વસૂલાત
ઝોન સીલ વસૂલાત(કરોડમાં)
મધ્ય ૫૧૦ ૩.૦૦
ઉત્તર ૭૪૪ ૨.૦૭
દક્ષિણ ૪૪૧ ૨.૭૦
પૂર્વ — ૨.૪૯
પશ્ચિમ ૧૧૭૨ ૪.૫૯
ઉ.પ. ૩૪૭ ૩.૩૬
દ.પ. ૨૯૬ ૧.૮૬
કુલ ૩૫૧૦ ૨૦.૦૮