– બાંકે બિહારી મંદિર કમિટી અને સરકારના વિવાદની સુપ્રીમમાં સુનાવણી
– ઉત્તર પ્રદેશ સરકારને મંદિરને લઇને વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ શું હતી? : સુપ્રીમના સવાલ
– મંદિર ખાનગી હોવા છતા સરકાર તેના પર કબજો કરવા માગે છે : અરજદારોનો દાવો
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા બાંકે બિહારી મંદિરના સંચાલનને લઇને ટ્રસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે ઉત્તર પ્રદેશ સરકારને આકરો સવાલ કર્યો હતો કે વટહુકમ બહાર પાડવાની આટલી ઉતાવળ કેમ હતી? સાથે જ સુપ્રીમની બેંચે એક નિવૃત જજની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવાના સંકેતો આપ્યા હતા.