IMD Weather Forecast : દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. આજે 4 ઓગસ્ટના રોજ દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં પવનો અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધીના અલગ-અલગ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, ત્યારે ચાલી જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.