– જુની રાજસ્થળીની યુવતીના રાજકોટના પડધરી લગ્ન થયા હતા
– પતિ, સાસુ, સસરા અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતા ફિનાઈલ પી પિયર આવી ગયા : 4 સામે ફરિયાદ
ભાવનગર : રાજકોટના પડધરીમાં સાસરું અને વલ્લભીપુરના જુની રાજસ્થળી ગામે પિયર ધરાવતી પરિણીતાએ માત્ર અઢી માસના લગ્નજીવન દરમિયાન કરિયાવર બાબતે સાસરિયા તરફથી અપતાં અસહ્ય ત્રાસથી કંટાળીને ફિનાઈલ લીધું હતું.
બનાવની વિગત એવી છે કે, રાજકોટના પડધરીમાં સાસરું અને વલ્લભીપુરના જુની રાજસ્થળી ગામે પિયર ધરાવતા વિરાલીબા ભાગ્યપાલસિંહ જાડેજાએ વલ્લભીપુર પોલીસ મથકમાં તેમના પતિ ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, સાસુ સોનલબા મહેન્દ્રસિંહ જાડેજા, સસરા મહેન્દ્રસિંહ જાડેજા (ત્રણેય રહે.પડધરી, તા.જી. રાજકોટ) તથા નણંદ પાયલબા રૂષિરાજસિંહ ઝાલા (રહે.ભાવનગર) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોધાવી છે કે, તેમના લગ્નને અઢી માસ જેટલો જ સમય થયો છે. અને તેમના પતિ, સાસુ અને સસરાએ કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારી શારિરીક માનસિક ત્રાસ આપી માર મારતા હતા અને નણંદ અપશબ્દો કહેતા હોય જેથી ગત ૨૫ના રોજ બપોરના બે કલાકે ફિનાઈલ પી લીધું હતું. જે બાદ તેઓ તેમના પિયરે આવી ગયા હતા.બનાવ અંગે વલ્લભીપુર પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે સાસરિયા વિરૂદ્ધ ધરેલું હિંસાની કલમ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.