મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો ખફા થઈ વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે ૨, એપ્રિલના રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે જાણે શરણાગતિ સ્વિકારી લીધી હોય એમ ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે શેર બજારોમાં સાવચેતીમાં ધોવાણ થયું હતું. નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો શેર બજારોમાં આજે અંતિમ દિવસ રહેતાં અને ટ્રમ્પની નીતિ પર ફોક્સે નવી ખરીદી, કમિટમેન્ટથી ફંડો દૂર રહ્યા હતા. અલબત ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ગઈકાલે કેશ સેગ્મેન્ટમાં અંતિમ દિવસે જંગી રૂ.૧૧,૧૧૧ કરોડ જેટલી ચોખ્ખી ખરીદી થયા બાદ આજે ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) શેરોમાં નેટ વેચવાલ બનતાં ધોવાણ થયું હતું. જો કે લોકલ ફંડો, મહારથીઓએ આજે ઘટાડે મોટી ખરીદી કરી હતી. ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે પ્રથમ ત્રિમાસિક પડકારરૂપ નીવડવાની શકયતાએ ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. વોલેટીલિટીના અંતે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૭૨.૬૦ પોઈન્ટ ઘટીને ૨૩૫૧૯.૩૫ અને સેન્સેક્સ ૧૯૧.૫૧ પોઈન્ટ ઘટીને ૭૭૪૧૪.૯૨ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૫૧૭ તૂટયો : મારૂતી રૂ.૨૪૫, ઉનો મિન્ડા રૂ.૩૭, મહિન્દ્રા રૂ.૬૭, ટીવીએસ રૂ.૩૫ તૂટયા
અમેરિકાએ મેઈડ ઈન અમેરિકા સિવાયના તમામ ઓટોમોબાઈલ વ્હીકલ્સની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદતાં ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૧૬.૮૨ પોઈન્ટ ગબડીને ૪૭૭૦૪.૦૩ બંધ રહ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૩૭.૩૦ તૂટીને રૂ.૮૭૮.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૯૫ ઘટીને રૂ.૨૬૬૬.૩૫, અશોક લેલેન્ડ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૨૦૪.૨૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૫.૭૦ ઘટીને રૂ.૧૧,૪૭૫.૯૫, ટીવીએસ મોટર રૂ.૩૪.૭૦ ઘટીને રૂ.૨૪૧૯.૩૦, બજાજ ઓટો રૂ.૧૦૧.૨૫ ઘટીને રૂ.૭૮૭૪.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૦૫ ઘટીને રૂ.૩૭૨૨.૧૦, એમઆરએફ રૂ.૧૦૦૯.૧૫ તૂટીને રૂ.૧,૧૨,૩૮૨.૯૦ રહ્યા હતા.
આઈટી કંપનીઓના નબળા પરિણામોના અંદાજોએ ફંડની વેચવાલી : રામકો, ટાટા એલેક્સી, વિપ્રો ગબડયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે વૈશ્વિક હરિફાઈની સાથે બદલાઈ રહેલા સમીકરણોએ કંપનીઓના પ્રથમ ત્રિમાસિકની કામગીરી એકંદર સાધારણથી નબળી રહેવાના અંદાજો મૂકાવા લાગતાં ફંડોની શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૫૦.૬૫ પોઈન્ટ ગબડીને ૩૬૧૨૨.૭૧ બધ રહ્યો હતો. રામકો સિસ્ટમ રૂ.૨૦.૫૦ તૂટીને રૂ.૩૩૦, મેક્લિઓડ રૂ.૩.૭૫ તૂટીને રૂ.૬૦.૪૨, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૨.૪૦ તૂટીને રૂ.૬૯૨.૮૦, ટાટા એલેક્સી રૂ.૨૦૨ તૂટીને રૂ.૫૨૧૬.૩૦, વિપ્રો રૂ.૯.૯૫ ઘટીને રૂ.૨૬૨.૧૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૬૬.૪૦ ઘટીને રૂ.૪૪૯૨.૪૦, ક્વિક હિલ રૂ.૭.૬૫ ઘટીને રૂ.૨૮૬.૭૫, પર્સિસ્ટન્ટ રૂ.૧૩૮.૧૦ ઘટીને રૂ.૫૫૦૨.૨૫, એક્સપ્લિઓ સોલ્યુશન રૂ.૨૮.૧૫ ઘટીને રૂ.૭૯૫.૧૦ રહ્યા હતા.
ફાર્મા પર ટેરિફના ઝળુંબતા જોખમે ફંડો વેચવાલ : હેસ્ટર, આરતી ડ્રગ્ઝ, થેમીસ, કોન્કોર્ડ, સિપ્લા ગબડયા
અમેરિકા ૨, એપ્રિલના ભારતથી થતી ફાર્મા-દવાઓની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરે એવી પૂરી શકયતાએ આજે ફાર્મા-હેલ્થકેર શેરોમાં વેચવાલી રહી હતી. હેસ્ટરબાયો રૂ.૮૫.૮૦ તૂટીને રૂ.૧૨૫૩.૯૦, ગુજરાત થેમીસ રૂ.૧૬ ઘટીને રૂ.૨૮૧.૫૦, થેમીસ મેડી રૂ.૭.૮૦ ઘટીને રૂ.૧૪૬.૦૫, ટારસન્સ રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૩૦૧.૭૫, આરતી ડ્રગ્ઝ રૂ.૧૩.૦૫ ઘટીને રૂ.૩૩૯.૮૦, કોન્કોર્ડ બાયો રૂ.૫૪.૩૫ ઘટીને રૂ.૧૬૬૫, સિપ્લા રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૧૪૪૧.૭૦, નાટકો ફાર્મા રૂ.૨૪.૭૦ ઘટીને રૂ.૭૯૭.૭૦, થાયરોકેર રૂ.૧૭.૩૫ ઘટીને રૂ.૬૮૩.૪૦, નોવાર્ટિસ રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૭૮૫.૦૫, મેક્સહેલ્થ રૂ.૨૪.૩૫ ઘટીને રૂ.૧૧૦૩.૮૦, સનોફી રૂ.૧૦૩.૬૫ ઘટીને રૂ.૫૭૨૭.૪૫, મેદાન્તા રૂ.૨૧.૫૦ ઘટીને રૂ.૧૧૯૨.૯૦ રહ્યા હતા.
કથિત ઈન્સાઈડર ટ્રેડિંગ તપાસે ઈન્ડસઈન્ડ રૂ.૨૪ ઘટયો : કોટક બેંક વધ્યો : ફેડરલ, આઈઓબી ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફ્રન્ટલાઈન ખાનગી બેંક શેરો સિવાય આજે સાવચેતી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંકમાં પ્રમુખ અધિકારીઓની કથિત ઈન્સાઈડર ટ્રેડિંગ સંબંધિત તપાસના અહેવાલ વચ્ચે નેગેટીવ અસરે શેર રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૬૪૯.૫૫ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૫ ઘટીને રૂ.૧૯૨.૭૫, આઈઓબી રૂ.૨.૭૭ ઘટીને રૂ.૩૮.૯૭, ફાઈવપૈસા રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૩૫૫.૨૦, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫૬.૯૫ ઘટીને રૂ.૩૮૧૫.૦૫, શેર ઈન્ડિયા રૂ.૬.૧૫ ઘટીને રૂ.૧૬૪, પોલીસી બઝાર રૂ.૫૮.૨૦ ઘટીને રૂ.૧૫૮૯.૨૫, એયુ બેંક રૂ.૨૧ ઘટીને રૂ.૫૩૪.૧૫, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રૂ.૨૪.૭૫ ઘટીને રૂ.૫૬૬ રહ્યા હતા. અલબત બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદીએ બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૧૩.૩૬ પોઈન્ટ વધીને ૫૯૫૪૨.૩૮ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૦.૧૫ વધીને રૂ.૨૧૭૧.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૩૪૮.૪૦ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૮૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૨.૮૭ લાખ કરોડ
શેરોમાં આજે સપ્તાહના અને નાણા વર્ષના અંતિમ દિવસે વ્યાપક વેચવાલી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૮૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૧૨.૮૭ લાખ કરોડ રહ્યું હતું.
એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ ખરીદી : પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ગોડફ્રે, ટાટા કન્ઝયુમર, બ્રિટાનીયા વધ્યા
ખરાબ બજારે આજે એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૬૭૩.૭૦ વધીને રૂ.૧૩,૫૫૨.૭૦, ગોડફ્રે ફિલિપ રૂ.૩૨૩.૨૦ વધીને રૂ.૬૭૮૭.૭૦, ટાટા કન્ઝયુમર રૂ.૩૦.૯૦ વધીને રૂ.૧૦૦૪.૧૦, ડોડલા ડેરી રૂ.૨૬.૮૫ વધીને રૂ.૧૧૫૮, બ્રિટાનીયા રૂ.૧૧૩.૮૫ વધીને રૂ.૪૯૫૨, ઉત્તમ સુગર રૂ.૫.૬૦ વધીને રૂ.૨૬૦, બલરામપુર ચીની રૂ.૧૧.૧૫ વધીને રૂ.૫૪૭.૩૦, રેડિકો ખૈતાન રૂ.૪૮.૫૦ વધીને રૂ.૨૪૨૭.૪૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨૨.૬૦ વધીને રૂ.૨૨૫૯.૩૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૬.૮૦ વધીને રૂ.૨૨૫૬.૯૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં સતત વેચવાલી : ૨૩૪૯ શેરો નેગેટીવ બંધ
માર્ચ એન્ડિંગ સાથે આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, રિટેલ ઈન્વેસ્ટરો, ફંડોની પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી રહ્યા સામે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૬૯૯ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪૧૭.૯૫ પોઈન્ટ વધીને ૪૬૮૦૩.૬૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૯૨.૩૦ પોઈન્ટ વધીને ૪૧૮૧૭.૦૩ બંધ રહ્યા હતા.
પાવર મેક રૂ.૨૮૩, જિન્દાલ વર્લ્ડ રૂ.૫, એસ્ટર ડીએમ રૂ.૩૨, અતુલ રૂ.૩૫૦, સુમિટોમો રૂ.૨૯ ઉછળ્યા
એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં આજે પાવર મેક રૂ.૨૮૩.૩૫ વધીને રૂ.૨૭૧૮.૨૫, જિન્દાલ વર્લ્ડ રૂ.૪.૮૩ વધીને રૂ.૭૧.૪૨, એસ્ટર ડીએમ રૂ.૩૧.૫૫ વધીને રૂ.૪૮૪.૮૦, અતુલ રૂ.૩૪૯.૬૦ વધીને રૂ.૬૧૩૩.૫૫, સુમીટોમો કેમિકલ રૂ.૨૯.૪૫ વધીને રૂ.૫૫૮.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૫૩.૩૦ વધીને રૂ.૧૦૧૮.૩૦, બાયરક્રોપ રૂ.૨૦૮.૫૫ વધીને રૂ.૪૯૨૭.૩૫ રહ્યા હતા.
FPIs/FII કેશમાં રૂ.૪૩૫૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૬૪૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની ગુરૂવારે ૨૭, માર્ચના શેરોમાં રૂ.૧૧,૧૧૧,૨૫ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થયા બાદ આજે શુક્રવારે ૨૮, માર્ચના રોજ શેરોમાં કેશમાં ફરી વેચવાલ બની રૂ.૪૩૫૨.૮૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૫૦૮.૪૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૮૬૧.૨૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની ગુરૂવારે રૂ.૨૫૧૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થયા બાદ આજે-શુક્રવારે રૂ.૭૬૪૬.૪૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૯૨૦.૪૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૨૭૩.૯૭ કરોડની વેચવાલી કરી હતી.