– ઠાસરાના આગરવા ગામે
– બાયડના જાલમપુરાની વૃદ્ધા ઘરેથી નીકળ્યા હતા : ડાકોર પોલીસે ઈનામ જાહેર કર્યું
નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે મહી કેનાલમાંથી ૮ દિવસ પહેલાં વૃદ્ધાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ આટલા દિવસો પછી પણ ઘટના સબંધે કોઈ પગેરુ મળ્યુ નથી. આથી, ડાકોર પોલીસે હત્યાના કેસ સબંધે માહિતી આપનારને ૨૧,૦૦૦નું ઈનામ જાહેર કર્યું છે.