– મોદીનો છેલ્લા 11 વર્ષમાં છઠ્ઠો ચીન પ્રવાસ હશે
– અમેરિકા પ્રમુખ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવા મોદી – પુતિન અને જિનપિંગ એક થવાની શક્યતા
બેજિંગ : ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વર્ષ ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતના ૨૦ જેટલા જવાનો શહીદ થયા હતા ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. આ ઘટના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનની મુલાકાતે જઇ શકે છે. આગામી ૩૧મી ઓગસ્ટના રોજ ચીનના તીયાંજીન શહેરમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ યોજાવા જઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે મોદી ચીન જશે તેવા અહેવાલો છે.