Indian Government Fines Samsung: ભારત દ્વારા સેમસંગ ઇન્ડિયાને હાલમાં જ 601 મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે 5156 કરોડ રૂપિયાનો ફાઇન કરવામાં આવ્યો છે. સાઉથ કોરિયાની કંપની દ્વારા ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં ગફલા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી મોટી ટેક્સની ડિમાન્ડ કરવામાં આવી છે. ભારત દ્વારા આ જે દંડ કરવામાં આવ્યો છે એનાથી દેખાઈ આવે છે કે ભારત હવે વિદેશી કંપનીઓને લઈને કેટલું સજાગ છે અને તેઓ કઈ રીતે કામ કરે છે એના પર બાજની નજર રાખી રહી છે.
સેમસંગે આપી ખોટી માહિતી