gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર ‘એટમિક’ હુમલો : રાહુલ | Election Commission and BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-ચૂંટણી પંચની ગુનાઈત મીલીભગત

– નકલી, ડુપ્લીકેટ મતદારો, બનાવટી સરનામાના ‘પુરાવા’,  હજારો નવા મતદારોનો ઉમેરો કરાયો , સાંજે 5.00 પછી અચાનક મતદારો વધી જાય છે

– મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પાંચ મહિના પહેલાં જ રહસ્યમય રીતે 40 લાખ મતદારોના નામ ઉમેરાયા

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ મીલીભગતથી લોકસભા, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને વ્યાપક સ્તરે ગેરરીતિઓ આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીમાં પ્રેઝન્ટેશન આપીને ‘પુરાવા’ સાથે ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ અને ભાજપની વોટ ચોરી દેશના લોકતંત્ર પર એટમ બોમ્બથી હુમલા સમાન છે. મહારાષ્ટ્રમાં પાંચ જ મહિનામાં રહસ્યમયી રીતે ૪૦ લાખ મતદારો  ઉમેરાયા હતા. રાહુલ ગાંધીએ આ છેતરપિંડીમાં સામેલ દરેક ચૂંટણી અધિકારી સામે પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા સમયથી ચૂંટણી પંચ અને ભાજપની મીલીભગત અને ચૂંટણીમાં મતદાર યાદી સાથે ચેડાંના આક્ષેપો કરતા હતા.  તેમણે ટૂંક સમયમં ચૂંટણી પંચ વિરુદ્ધ એટમ બોમ્બ ફોડવાનો દાવો પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુરુવારે ઈન્દિરા ભવન મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં ‘પુરાવા’ સાથે ચૂંટણી પંચ અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે, અમારા માટે સીસીટીવી ફૂટેજ અને મતદાર યાદી હવે ગૂનાના પૂરાવા છે અને ચૂંટણી પંચ તેનો નાશ કરવામાં વ્યસ્ત છે.

દેશમાં લોકતંત્રનું અસ્તિત્વ નથી, ન્યાયતંત્રે દખલ કરવાની જરૂર

રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાયતંત્રએ આ બાબતમાં દખલ કરવાની જરૂર છે, કારણ કે હવે દેશમાં લોકતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. કર્ણાટકમાં મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં એક લાખથી વધુ મતદારો નકલી, ડુપ્લિકેટ હોવાનું જણાયું છે. વધુમાં હજારો મતદારોના સરનામા ખોટા છે અને ફોર્મ ૬નો દુરુપયોગ કરીને હજારો નવા મતદારોનો ઉમેરો કરાયો છે, જેમાં અનેકની ઉંમર ૯૦ વર્ષ છે.

મહારાષ્ટ્રના પરિણામો પછી ‘મતોની ચોરી’ની અમારી શંકા પ્રબળ બની

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની એક વિધાનસભા અને કર્ણાટકની એક લોકસભા બેઠકની મતદાર યાદી દર્શાવતા કહ્યું કે, બંને રાજ્યોની મતદાર યાદીમાં હજારો શંકાસ્પદ મતદારો છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં માત્ર પાંચ મહિનામાં ૪૦ લાખ મતો રહસ્યમય રીતે ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પરિણામો જોયા પછી અમારી શંકા પ્રબળ બની છે કે ચૂંટણીમાં મતોની ચોરી થઈ છે. મશીન રીડેબલ મતદાર યાદી નહીં આપવાથી અમને વિશ્વાસ થયો છે કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતોની ચોરી કરી છે. સાંજે ૫.૦૦ વાગ્યા પછી અચાનક જ મતદારો વધી જાય છે. આ બધા જ નકલી મતદારો હતો.

કર્ણાટકમાં ૧૬ લોકસભા બેઠકો પર કોંગ્રેસનો વિજય થતો હતો

કોંગ્રેસ સાંસદે મતદાર યાદીમાં ઉમેરવામાં આવેલા હજારો-લાખો નામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન નહીં કરતા મતોની ચોરી કરાઈ રહી છે. તેમણે અનેક આંકડાઓ ટાંકીને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલો ઊઠાવ્યા છે. રાહુલે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીના પરિણામોની દૃષ્ટિએ અમને ૧૬ લોકસભા બેઠકો પર વિજય મળે છે, પરંતુ ૨૦૨૪માં અમે માત્ર નવ બેઠકો જીતી શક્યા. અમે ૭ હારેલી બેઠકોમાંથી એક લોકસભા બેઠક બેંગ્લુરુ સેન્ટ્રલ પર તપાસ કરી હતી.

બેંગ્લુરુ સેન્ટ્રલના મહાદેવપુરામાં 1 લાખ મતોની ચોરી થઈ

તેમણે કહ્યું, બેંગ્લુરુ સેન્ટ્રલ લોકસભા બેઠક હેઠળ મહાદેવપુરામાં ૬.૫ લાખ મતોમાંથી એક લાખ મતોની ચોરી થઈ છે. કોંગ્રેસના રિસર્ચમાં અંદાજે એક લાખ મતદારોના ખોટા સરનામા અને એક જ સરનામા પર સંખ્યાબંધ મતદારો તથા ડુપ્લિકેટ વોટર્સની ભાળ મળી હતી. એક જ વ્યક્તિનું નામ અલગ અલગ બૂથની મતદાર યાદીમાં હતું. લિસ્ટમાં અનેક જગ્યાએ લોકોના ફોટો નથી. અનેક જગ્યાએ સરનામા ખોટા છે. ચૂંટણી છેતરપિંડીમાં એ પણ સામે આવ્યું કે, મહારાષ્ટ્રમાં અનેક મતદારોના ઘરના સરનામા પર માત્ર શૂન્ય લખ્યું છે. અનેક લોકોના પિતાના નામમાં કંઈ પણ લખાયું છે. કોઈમાં પિતાનું નામ આઈટીએસડીએલ લખ્યું છે.

એન્ટી-ઈન્કમ્બન્સી ભાજપને અસર નથી કરતી : રાહુલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, જનતામાં સત્તા વિરોધી ભાવના એટલે કે એન્ટી-ઈન્કમ્બન્સી એવી બાબત છે જે દરેક લોકતંત્રમાં દરેક પક્ષને અસર કરે છે. પરંતુ કોઈક કારણસર લોકતાંત્રિક માળખામાં ભાજપ એકમાત્ર એવો પક્ષ છે, જેણે મૂળરૂપે સત્તા વિરોધી ભાવનાનો સામનો કરવો પડયો નથી. એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલી એક વાત કહે છે, જે આપણે હરિયાણા, મધ્ય પ્રદેશની ચૂંટણીમાં જોયું. પછી અચાનક ખૂબ જ મોટા પાયા પર પરિવર્તન સાથે ચૂંટણી પરિણામ કંઈક અલગ જ દિશામાં જતા રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…
INDIA

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…

September 28, 2025
એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …
INDIA

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

September 28, 2025
‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…
INDIA

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…

September 28, 2025
Next Post
યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with …

યુવાનને મહિલા સાથે બળજબરીથી સંભોગ કરાવી વીડિયો ઉતારી લીધો | A young man was forced to have sex with ...

ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components …

ટેરિફથી ઓટો કમ્પોનન્ટસના રૂપિયા 61,000 કરોડના વેપારને અસર થશે | Tariffs will affect auto components ...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

વડોદરામાં માંડવી ગેટની આર્ક વચ્ચે ટેકા તરીકે લોખંડના થાંભલા મુકતા તિરાડો પડી | Cracks occurred due t…

5 months ago
બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

બેકાબુ કાર ટ્રકની પાછળ ઘૂસી જતા ટ્રકની તાડપત્રી બાંધી રહેલ ડ્રાઇવરનું મોત , કાર ચાલક સહિત બે ઘાયલ | …

3 weeks ago
ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

ટિકિટ મુદ્દે મુસાફર અને ટીટીઇ વચ્ચે ખેંચતાણ થતાં હોબાળો | Uproar as passengers and TTE clash over ti…

1 month ago
ફાર્મસી કોલેજોમાં ગેરરીતિ થશે તો ઈન્સપેક્ટર જવાબદાર, પોલીસ ફરિયાદ સુધી લેવાશે પગલાં | Inspector Acco…

ફાર્મસી કોલેજોમાં ગેરરીતિ થશે તો ઈન્સપેક્ટર જવાબદાર, પોલીસ ફરિયાદ સુધી લેવાશે પગલાં | Inspector Acco…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News