– અમેરિકાના ‘ટેરિફ ટેરરિઝમ’ સામે કોઈ બાંધછોડ નહીં
– ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા, ભારત ક્યારેય સમાધાન નહીં કરે : વડાપ્રધાન
– વેપાર વાટાઘાટો ચાલુ છે તેવા સમયે ટ્રમ્પની જંગી ટેરિફની જાહેરાતો બીનતાર્કિક : વિદેશ મંત્રાલય
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે અને વધુ ટેરિફની ધમકી આપી છે ત્યારે હવે ભારત ટ્રમ્પના ટેરિફ ટેરરીઝમ સામે લડી લેવાના મૂડમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે, ભારત ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં સાધે. મારે તેની અંગત કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.