Earthquake Safety Tips: મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર-થાઈલેન્ડમાં તબાહી મચી ગઈ છે. એવામાં જો તમારા શહેરમાં ભૂકંપ આવે તો તેનાથી બચવા શું કરવું તે જાણી લો.
જો તમે ઘરની અંદર હોવ તો શું કરવું
– જો ભૂકંપના આંચકા આવે છે તો તમે ધીમે ધીમે થોડા ડગલાં ચાલીને સલામત સ્થળે પહોંચો.
– ધ્રુજારી બંધ થયા પછી, જ્યાં સુધી તમને ખાતરી ન થાય કે ઘર છોડવું સલામત છે ત્યાં સુધી ઘરની અંદર જ રહો.
– જો તમે ઘરની અંદર હોવ અને અચાનક તમને ધરતીકંપના જોરદાર આંચકા અનુભવવા લાગે તો તરત જ જમીન પર નમીને મજબૂત ટેબલ કે ફર્નિચરના કોઈપણ ભાગની નીચે બેસી જાઓ.
– જો તમારી પાસે ટેબલ અથવા ડેસ્ક ન હોય, તો તમારા ચહેરા અને માથાને તમારા હાથથી ઢાંકો અને બિલ્ડીંગના એક ખૂણામાં બેસી જાઓ.
– અરીસાઓ, બારીઓ, દરવાજા અને દિવાલો અથવા જે કંઈ પડી શકે તેનાથી દૂર રહો.
– જો તમે પથારીમાં છો અને ભૂકંપ આવે છે, તો પથારીમાં જ રહો અને તમારા માથાને ઓશીકા વડે ઢાંકીને સુરક્ષિત કરો.
– જ્યાં સુધી ભૂકંપ બંધ ન થાય અને બહાર જવાનું સુરક્ષિત ન થાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો.
– મોટાભાગના સંશોધનો દર્શાવે છે કે મોટાભાગની ઇજાઓ ત્યારે થાય છે જ્યારે ઘરની અંદરના લોકો બીજી જગ્યાએ અથવા બહાર જવાનો પ્રયાસ કરે છે.
– જ્યારે તે દરવાજો તમારી નજીક હોય અને તમને ખાતરી હોય કે તે મજબૂત છે અને વજન સહન કરી શકે છે ત્યારે જ દરવાજામાંથી બહાર જાઓ.
જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે શું કરવું
– જો તમે ઘરની બહાર હોવ અને અચાનક ભૂકંપ આવે તો તમે જ્યાં હોવ ત્યાં જ રહેવું.
– બિલ્ડીંગ્સ, વૃક્ષો, સ્ટ્રીટ લાઇટ અને વીજળી/ટેલિફોન વાયર વગેરેથી દૂર રહો.
– જો તમે ખુલ્લી જગ્યાએ હોવ તો, જ્યાં સુધી ભૂકંપના આંચકા બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહો. સૌથી મોટો ભય બિલ્ડીંગની બહાર નીકળવામાં હોય છે.
– યાદ રાખો કે ભૂકંપ સંબંધિત મોટા ભાગના અકસ્માતો દિવાલો પડવાથી અને કાચ તૂટવાથી થાય છે.
– જો તમે ભૂકંપ દરમિયાન વાહનમાં હોવ, તો શક્ય તેટલી વહેલી તકે વાહનને સુરક્ષિત રીતે રોકો અને વાહનમાં જ રહો.
– ઈમારતો, ઝાડ, ઓવરપાસ, પાવર/ટેલિફોન વાયર વગેરેની નજીક કે નીચે કાર રોકવાનું ટાળો.
– ભૂકંપ બંધ થયા પછી સાવધાની સાથે આગળ વધો અને રસ્તાઓ, પુલો, રેમ્પ્સ ટાળો.
આ તકેદારી ખાસ રાખો
ભૂકંપ એક કુદરતી આપદા છે ગમે ત્યારે આવી શકે છે એવી સ્થિતિમાં તમારે મુક તકેદારી રાખવી ખાસ જરૂરી છે.
– ઘરની છત અને પાયામાં પડેલી તિરાડો રીપેર કરાવો.
– સીલિંગમાં ઝુમ્મર, લાઇટ વગેરે યોગ્ય રીતે લટકાવી દો.
દિવાલ પરના શેલ્ફને કાળજીપૂર્વક સુરક્ષિત કરો અને તેમાં કોઈ ભારે વસ્તુ ન રાખો.
– બેડ, સોફા, બેન્ચ કે કોચ અથવા જ્યાં લોકો બેસે છે ત્યાંથી ફોટોફ્રેમ અને અરીસાઓ દૂર રાખો.
– ઇમરજન્સી કીટ તૈયાર રાખો. આ કીટમાં જરૂરી વસ્તુઓ જેવી કે દવાઓ, રોકડ, કાર્ડ, પ્રાથમિક સારવારની વસ્તુઓ, દોરડું, થેલી, ટોર્ચ, મીણબત્તી અને માચીસ વગેરે વસ્તુઓ રાખો.