– દબાણ હટવા ઝુંબેશના ત્રીજા રાઉન્ડમાં
– પાલિકા દર વખતે ફોટો પડાવવા ખપ પુરતી કાર્યવાહી કરી કામગીરી અધુરી મુકી દેતા સમસ્યા ઠેરની ઠેર રહે છે
ધોળકા : ધોળકા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન દબાણ ટીમે મધીયા, જુના બસ સ્ટેન્ડ, મદાર ઓટા લોધીના લીમડા વિસ્તાર બેગાટેકરી, મેનાબેન ટાવર, ગધેમાર બાંડીયા દરવાજા વિસ્તાર ગોલવાડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં અંદાજે સોથી વધારે બિન અધિકૃત દબાણો તોડી પાડયા છે.જેમાં અમુક દબાણોને બાદ કરતા દુકાન મકાનોના ઓટલા પગથીયા જ નિશાન બન્યા હતા જેથી આ દબાણ હટાવ ઝુંબેશ ઓટલા તોડ દબાણ ઝુંબેશ નગરમાં બની ગયો છે.
પાકા અને મજબુત એવા માથા ભારે તત્વોના અમુક રાજકીય અગ્રણીઓ તથા તેમના પરિવારજનોના અમુક લાગવગીયા નગરજનોના અમુક મ્યુ. કાઉન્સીલરોના સગાઓના સંબંધીઓના દબાણો દર દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અકબંધ રહે છે અને આજે પણ અડીખમ હાલતમાં દબાણયુક્ત સ્થિતિમાં ટકી રહ્યા છે. શહેરના બલાસ ચોકડીથી પુલેન સર્કલ સુધીના રોડ ઉપર ધોળકા નવી નગરપાલિકાથી કલિકુંડ સર્કલ થઈ અરોડા રોડ ઉપર કલિકુંડ સર્કલ આસપાસ નગરના અંદરના ઘણા વિસ્તારો લકીચોક, અલકા રોડ, મીઠીકુઈ વિસ્તાર, ખારાકુવા હાઈવે માર્ગ, વટામણ ચોકડી વાળા માર્ગમાં મફલીપુર ગામ બહાર જોઈન્ટ રોડ ઉપર આમ અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં શેરી મહોલ્લાઓમાં નાના મોટા દબાણો છે. આ વખતે દબાણ હટાવવાની ટકોર ખુદ ધારાસભ્યે કરી છે એટલે આ વખતે દબાણ ટીમ ઢીલી પડે છે કે પછી દબાણકર્તાઓ માથુ કાઢી જાય છે તેે આવનારા દિવસોમાં ખબર પડશે.