– શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે
– શહેરની વસાહત પહેલાના શિવાલયની રક્ષા માટે આહીર સમાજના નરબંકા ખપી ગયા હતા
હળવદ : આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે છોટા કાશીની ઉપમા ધરાવતા હળવદ શહેરની વસાહત પહેલા શહેરની ઉત્તર દિશાએ આવેલું અતિ પ્રાચીન શામ્બ સદાશિવ નીલકંઠ મહાદેવ મંદિર આજે શહેર ઉપરાંત રાજ્ય અને વિવિધ દેશમાં વસતા હળવદ વાસીઓ માટે આસ્થા નું પ્રતીક બની ચૂક્યું છે સોમવારે વ્હેલી સવાર થી અનેક ધામક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવશે
લોકવાયકા મુજબ ભાવિકો આ શિવાલયમાં માનતા લાઇને આવે તો ભોળાનાથ તે અવશ્ય પુરી કરે છે. વર્ષો પહેલા મંદિર સંકૂલમાં શિવલિંગ ઉપર રહેલા ચાંદીના નાગને કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા હતા અને માત્ર ચોવીસ કલાકમાં જ ચાંદીના નાગને મંદિરમાં રેઢા મૂકી ને જતા રહ્યાા હતા. ત્યાર બાદ અમુક વર્ષો પછી પુનઃ ચાંદીના નાગ અને છતરની ચોરી કોઈ તસ્કર કરી ગયા હતા અને ચોરી કર્યાની ગણતરીની કલાકોમાં જ તસ્કરો ચોરી કરેલી વસ્તુ મંદિરમાં છાના ખૂણે આવી મંદિર પાછળ મૂકીને નાસી ગયા હતા. આમ આ શિવાલય આજે પણ તેના ચમત્કાર માટે પંથકમાં જાણીતું બની ચૂક્યું છે.
હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલા પાળિયાનો ઇતિહાસ અનેરો છે. કહેવાય છે કે આ પાળિયાઓ આહીર (ચાવડા) સમાજના રણબંકાના છે જે આ મંદિરના રક્ષણ કાજે ખપી ગયા હતા. આ પાળિયાઓનું મહત્વ આજે પણ અકબંધ છે. આ પાળિયાને આહીર( ચાવડા) સમાજના લોકો સમયાંતરે નૈવેદ્ય કરવા પ્રતિ વર્ષ અવશ્ય આવે છે. શિવલિંગની બાજુમાં આવેલા આ પાળિયાઓની નિત્ય પૂજા આરતી આજે પણ કરવામાં આવે છે.