Justice Sanjiv Khanna: સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો CJI તરીકે આજે છેલ્લો દિવસ છે. તેમણે લગભગ 6 મહિના સુધી આ પદ સાંભળ્યું. આવતી કાલે એટલે કે 14 મેના રોજ દેશના 52માં CJI તરીકે જસ્ટિસ બીઆર ગવઈ શપથ ગ્રહણ કરશે. એવામાં જસ્ટિસ ખન્નાએ તેમના રિટાયરમેન્ટ પ્લાન વિષે જણાવ્યું હતું.
નિવૃત્તિ પછી હું કોઈપણ પદ સ્વીકારીશ નહીં: જસ્ટિસ ખન્ના
જસ્ટિસ ખન્નાની કાનૂની કારકિર્દી દિલ્હી જિલ્લા કોર્ટથી શરૂ થઈ હતી અને દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચી હતી. પછી તેઓ અહીં ન્યાયાધીશ બન્યા. નિવૃત્તિ પહેલા, તેમણે આજે સ્પષ્ટ કર્યું કે, ‘હું નિવૃત્તિ પછી કોઈપણ પદ સ્વીકારીશ નહીં. પણ કદાચ કાયદાના ક્ષેત્રમાં ચોક્કસપણે કંઇક કરીશ.’
જસ્ટિસ ખન્નાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ કોઈપણ કમિશનના અધ્યક્ષ પદ કે અન્ય કોઈ બંધારણીય પદ સ્વીકારશે નહીં પરંતુ તેઓ કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનું ચાલુ રાખશે. જોકે તેમણે આ ક્ષેત્રમાં તેમની આગામી ભૂમિકા શું હશે અને તે કેવી હશે તે સ્પષ્ટ કર્યું નથી.
આ પણ વાંચો: પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં
જસ્ટિસ ખન્ના આ મોટા નિર્ણયોનો ભાગ રહ્યા છે
જો જસ્ટિસ ખન્નાના મોટા નિર્ણયોની વાત કરીએ તો, તેઓ અરવિંદ કેજરીવાલને જામીન આપવા, ચૂંટણી બોન્ડને ગેરકાયદેસર જાહેર કરવા, તાજેતરના મંદિર-મસ્જિદ વિવાદમાં કોઈપણ નવા સર્વે પર પ્રતિબંધ, વક્ફ સુધારા કાયદામાં મુસ્લિમ પક્ષને રાહત, કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને સમર્થન આપવા જેવા મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરતી બેન્ચનો ભાગ હતા.