Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
પોલીસે કારચાલકની અટકાયત કરી
મળતી માહિતી અનુસાર, નહેરૂનગરમાં ઝાંસીની રાણી નજીક મોડી રાતે બીઆરટીએસ કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે, ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે, કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસની રેલિંગમાં અથડાયું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
આ પણ વાંચો: ‘જો રતન ટાટા જીવીત હોત તો…’ હજુ વળતર ન મળતાં અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોનું દર્દ છલકાયું
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
પોલીસના જણાવ્યાનુસાર, લગભગ દોડ વાગ્યે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફ ભાઈ કુરૈશી (22) અને અસફાક જાફરભાઈ અજમેરી (35) શિવરંજની તરફ જઈ રહ્યા હતા. ટુ વ્હીલર નંબર GJ01 PX 9355 જણાવાયું છે. જ્યારે સામેથી GJ27 સીરિઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. બંને યુવકના મોત નીપજતાં હવે તેમના પરિવાર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ સર્જાઈ છે.