Gandhinagar News : ગુજરાતના કાયદા વિભાગ દ્વારા 1500થી વધુ નોટરીની નિમણૂક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 1660 જગ્યા માટે આપેલી જાહેરાતની સામે 1518 નોટરી પસંદગી પામ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા બાદ નોટરીના પ્રમાણપત્ર આપવામાં આવશે.
1518 નોટરીની નિમણૂંક માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર
રાજ્યના કાયદા વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડિઝિટલાઈઝેશન, માળખાકીય સુવિધાઓમાં વધારા બાદ હવે માનવબળમાં વધારો કરતી એક મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. જેનાથી લોકોને ઘર આંગણે ન્યાય મેળવવા વધુ સરળતા રહેશે.
આ પણ વાંચો: બહિયલ કોમી હિંસા કેસ: 61 આરોપીઓ જેલ ભેગા, 5ના રિમાન્ડ મંજૂર; પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અગાઉ 1660 નોટરી માટે આપેલી જાહેરાતની સમગ્ર પસંદગી પ્રક્રિયાના અંતે રાજ્ય સરકારને 1518 જેટલા નોટરીને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. જેનું પ્રોવિઝનલ લિસ્ટ આજે (26 સપ્ટેમ્બર) જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ નોટરી રાજ્યમાં જોડાતાં કાયદાકીય ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે અને ન્યાયિક વ્યવસ્થાને વેગ મળશે.