વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના વિશ્વામિત્રી-ડભોઇ સેક્શનમાં પ્રતાપનગર યાર્ડ ખાતે 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ગર્ડરના લોન્ચિંગ કાર્ય માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે તા .12 અને 13 ઓગસ્ટના રોજ એકતાનગર – પ્રતાપનગર મેમુ ટ્રેન ,પ્રતાપનગર – એકતાનગર મેમુ ટ્રેન , છોટા ઉદેપુર – પ્રતાપનગર પેસેન્જર ટ્રેન અને પ્રતાપનગર – છોટા ઉદેપુર પેસેન્જર ટ્રેનો રદ રહેશે. જેથી મુસાફરોને આ ફેરફારો ધ્યાને લઈ મુસાફરી કરવા રેલ્વે વિભાગની વિનંતી છે.