US Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ટૂંક સમયમાં મુલાકાત થવાની છે, તો બીજીતરફ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. ત્યારે આ તમામ બાબતો ભારત માટે સારા સંકેત લઈને આવી છે અને આ મુદ્દે શશિ થરૂરનું કહેવું છે કે, જો રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને ઘણો ફાયદો થશે.
રશિયા-યુક્રેન યુદ્ધ અટકતા ભારતને ટેરિફમાંથી રાહત મળશે : થરૂર
વિદેશી બાબતોની સંસદીય સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા શશિ થરૂર (Shashi Tharoor)નું માનવું છે કે, રશિયા-યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War) બંધ થયા બાદ ભારતને ટેરિફમાં રાહત મળશે. અમેરિકાએ આ યુદ્ધના કારણે જ ભારત પ 25 ટકા ટેરિફ લાદ્યો છે, જો યુદ્ધ અટકી જશે તો ટેરિફ પણ હટી જશે.