– આંકલાવના ભાણપુરાના ફાર્મહાઉસ પાસે
– પાદરાના રણુ ગામનો વતની અને રેમાલી ગામનો યુવકનું મૃત્યુ
આણંદ : આંકલાવ તાલુકાના ભાણપુરા ગામના ફાર્મહાઉસ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં એક યુવકનું ડૂબી જવાના કારણે મોત થયું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામનો વતની અને હાલ રેમાલી ગામે રહેતા ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી આંકલાવ તાલુકાના ભાણપુરા ગામના સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા એક ફાર્મ હાઉસ નજીક ગયા હતા. જ્યાં નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં કોઈ કારણોસર પડી જવાના કારણે ડૂબી જવાથી તેમનું મોત થતા આંકલાવ પોલીસે અપમૃત્યુની નોંધ નોધી વધુ તપાસ હાથ ધરી છે.