Cow national animal: હાલમાં છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા જઈ રહી છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, તેનાથી ગાયોની દાણચોરી નહીં થઈ શકે. ગાયોને મારવામાં નહીં આવે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. એક સાંસદને સરકારને પૂછવામાં આવ્યું કે, શું આવો કોઈ ઈરાદો છે? કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલે લોકસભામાં જણાવ્યું હતું કે, સરકારની ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો: VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું છે આ…’
ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે લોકસભામાં પૂછ્યું હતું કે, ‘શું કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે કાયદો લાવવા જઈ રહી છે? આ પ્રશ્નના જવાબમાં બઘેલે લખ્યું હતું કે, ના, બંધારણના અનુચ્છેદ 246 (3) પ્રમાણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયદાકીય સત્તાઓના વિભાજનમાં પ્રાણી સંરક્ષણ એક એવો વિષય છે, તેના પર કાયદો બનાવવાનો અધિકાર માત્ર વિધાનસભાઓની પાસે છે.
સરકાર તે કેમ ન કરી શકે?
બંધારણીય રીતે સરકાર ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર ન કરી શકે, તેની પાછળ બંધારણીય કારણો છે. બંધારણના અનુચ્છેદ 246 (3) મુજબ, કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. પ્રાણીઓનું રક્ષણ અને ઉછેર રાજ્ય યાદીમાં સમાવેશ કરાયો છે. એટલે તેનો મતલબ એ છે કે, આ અંગે કાયદા બનાવવાનો અધિકાર માત્ર રાજ્ય વિધાનસભાઓને જ છે, કેન્દ્ર સરકારને નહીં. તેથી કેન્દ્ર ઇચ્છે તો પણ તે સીધો કાયદો બનાવીને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી શકતું નથી. બીજું, પશુપાલનની સ્થિતિ, ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓ, આર્થિક જરૂરિયાતો અને નીતિઓ વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોય છે. રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાની કોશિશમાં રાજ્યોના અધિકારોનો સંઘર્ષ થશે.
રાષ્ટ્રીય પ્રાણી ક્યારે અને કેવી રીતે જાહેર કરવામાં આવ્યું?
હાલમાં રાષ્ટ્રીય પ્રાણી રોયલ બંગાળ ટાઇગર છે. તેને 1973 માં જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતમાં વાઘની સંખ્યા ઝડપથી ઘટી રહી હતી. પર્યાવરણનું રક્ષણ કરવા અને વન્યજીવન બચાવવાના અભિયાનને મજબૂત બનાવવા માટે વાઘને રાષ્ટ્રીય ઓળખ આપવામાં આવી હતી. એજ વર્ષે, ‘પ્રોજેક્ટ ટાઇગર’ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી વાઘનો શિકાર બંધ કરી શકાય અને તેમના કુદરતી રહેઠાણનું રક્ષણ કરી શકાય. કેન્દ્ર સરકારે પર્યાવરણ મંત્રાલયની ભલામણ પર વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે.
આ પણ વાંચો: આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી
શું ગાય કોઈ રાજ્યમાં ‘રાજ્ય પ્રાણી’ છે?
હા, હિમાચલ પ્રદેશે 2015 માં સત્તાવાર રીતે ગાયને રાજ્ય પ્રાણી તરીકે જાહેર કરી હતી. રાજ્ય સરકારનો આ નિર્ણય સાંસ્કૃતિક, ધાર્મિક અને ગ્રામીણ અર્થતંત્રમાં ગાયના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. તેનો હેતુ પશુપાલન, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ આજીવિકામાં ગાયની ભૂમિકાને ઓળખવાનો હતો.