gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ | Sixth Sche…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Why Ladakh Demands Sixth Schedule Status? : લદાખના લેહ નગરની શાંત શેરીઓમાં બુધવારે હજારો યુવાનો લેહના રસ્તા પર ઉતરી આવ્યા. પરિણામે નારા બાજી, આગચંપી અને હિંસક અથડામણો થઈ, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં પાંચેક લોકોના મૃત્યુ થયા અને 80થી વધુ ઘાયલ થયા. ત્યાર પછી અહીં સુરક્ષા દળો દ્વારા કર્ફ્યૂ લાગુ કરાયો અને 50 જેટલા લોકોની અટકાયત કરાઈ. મોટા ભાગે શાંત રહેતા આ પ્રદેશની જનતામાં અસંતોષની લહેર કયા કારણસર દોડી ગઈ, ચાલો એ વિશે વિગતવાર વાત કરીએ. 

લદાખમાં શેની માંગ ઊઠી છે?

લદાખની અશાંતિના કેન્દ્રમાં નીચે મુજબની ચાર માંગ રહેલી છે.

1. લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો. 

2. બંધારણની છઠ્ઠી અનુસૂચિનું વિસ્તરણ કરો. 

3. લોકસભાની બેઠકો વધારીને બે કરો. 

4. લદાખી જાતિઓને આદિવાસીનો દરજ્જો આપો. 

શું છે છઠ્ઠી અનુસૂચિ? 

ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ એ એક વિશેષ જોગવાઈ છે, જેનો મુખ્ય હેતુ દેશના ઉત્તર-પૂર્વીય ભાગમાં રહેતા આદિવાસી સમુદાયોની અનન્ય સંસ્કૃતિ, પરંપરાગત જમીન અને સ્થાનિક સંસાધનોનું રક્ષણ કરવાનો છે. આ અનુસૂચિ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોમાં લાગુ છે. છઠ્ઠી અનુસૂચિ આ ભૌગોલિક વિસ્તારોમાં સ્વ-શાસનની શક્તિ પ્રદાન કરે છે. તે અંતર્ગત ‘સ્વાયત્ત જિલ્લા પરિષદો’ (Autonomous District Councils – ADCs) ની રચના થાય છે, જેને સ્થાનિક સ્તરે જમીન, જંગલો, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રથાઓ અને કર વસૂલવા જેવા મુદ્દા પર કાયદા બનાવવાની છૂટ મળે છે.

પરિષદોની સત્તા અને કાર્યો

છઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલી સ્વાયત્ત જિલ્લા પરિષદમાં મહત્તમ 30 સભ્યો હોય છે. તે પૈકી ચાર સભ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે, જ્યારે બાકીના 26 મતદાન દ્વારા ચૂંટાય છે. આ પરિષદોને નીચેની સત્તા પ્રાપ્ત છે:

1. વિધાયક સત્તા: જમીનનો વહીવટ, જંગલો, પાણીના સ્ત્રોતો, ખેતી, ગ્રામપંચાયતો, સ્થળાંતર અને સામાજિક રિવાજો પર કાયદા બનાવવાની છૂટ મળે છે.

2. નાણાકીય સત્તા: જમીન મહેસૂલ અને અન્ય સ્થાનિક કર લગાવવા અને વસૂલ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

3. ન્યાયિક સત્તા: અમુક પ્રકારના નાગરિક અને ફોજદારી મુદ્દાની સુનાવણી અને નિર્ણય લેવાની સત્તા મળે છે.

આ સમગ્ર માળખું બંધારણના અનુચ્છેદ 244(2) અને 275(1) હેઠળ કાર્યરત છે.

લદાખનો ભય: સાંસ્કૃતિક અને આર્થિક સ્વાયત્તતા પર ખતરો

લદાખમાં છઠ્ઠી અનુસૂચિની માંગ નવી નથી. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ (કલમ 370) રદ થયા બાદ, જ્યારે લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો હતો. ત્યારથી લદાખના લોકોને એક ડર સતાવે છે કે તેમની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ અને જમીનના અધિકારો ખતરામાં છે. લદાખની 97% થી વધુ વસ્તી અનુસૂચિત જનજાતિ (ST)ની છે, જેની પોતાની સદીઓથી ચાલી આવતી બૌદ્ધ અને મુસ્લિમ પરંપરા છે. છઠ્ઠી અનુસૂચિ ન મળવાથી તેમને ભય છે કે દેશના અન્ય ભાગોના લોકો આવીને લદાખમાં જમીન ખરીદશે, સંસાધનો પર કબજો મેળવશે અને સ્થાનિક રોજગારના અવસરો પર પ્રભુત્વ સ્થાપિત કરશે, જેને લીધે સ્થાનિક લોકો હાંસિયામાં ધકેલાઈ જશે.

છઠ્ઠી અનુસૂચિ લાગુ કરાતાં શું બદલાશે?

જો લદાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ લવાય, તો નીચેના મહત્ત્વના ફેરફારો થવાની સંભાવના છે.

1. જમીન અને સંસાધનોનું રક્ષણઃ સ્વાયત્ત જિલ્લા પરિષદને જમીનના હસ્તાંતરણ અને ખરીદી-વેચાણ પર નિયંત્રણ રાખવાની સત્તા મળશે. આથી બહારના લોકો દ્વારા જમીન ખરીદી શકાશે નહીં અને સ્થાનિક સંસાધનો પર સમુદાયનો અંકુશ રહેશે.

2.  સાંસ્કૃતિક સંરક્ષણ: સ્થાનિક રિવાજો, પરંપરા, સામાજિક પ્રથા અને ઐતિહાસિક વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત બનશે.

3.  રોજગારમાં અનામત: સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક યુવાનો માટે અનામતની જોગવાઈ કરી શકાશે.

4.  સ્થાનિક નિર્ણય લેવાની શક્તિ: સ્થાનિક લોકોને પોતાના વિકાસ અને પ્રશાસન સંબંધિત નિર્ણયો લેવાની સ્વાયત્તતા મળશે.

સંવેદનશીલતા અને સંવાદની જરૂર

લદાખના લોકોની મુખ્ય ચિંતા તેમનો સાંસ્કૃતિક વારસો, આર્થિક સુરક્ષા અને ભવિષ્યના વિકાસને લઈને છે. છઠ્ઠી અનુસૂચિ તેમના માટે એક સુરક્ષા કવચનું કામ કરશે, જે તેમને બાહ્ય હસ્તક્ષેપથી બચાવીને સ્વ-નિર્ધારણનો અધિકાર આપશે. આ સંકટનો સમાધાનપૂર્ણ ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિશ્વાસપૂર્ણ સંવાદ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…
INDIA

‘બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે, પરંતુ આપણે ક્રિકેટ રમીશું…’: ભારત-પાક. મેચ પર સંજય રાઉતનો કટાક્ષ |…

September 28, 2025
એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …
INDIA

એક્ટર વિજયના સમર્થનમાં ભાજપ, કહ્યું- ‘કરૂર રેલીમાં નાસભાગ મામલે એક્ટરની ભૂલ નથી’ | BJP Comes Out In …

September 28, 2025
‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…
INDIA

‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ | Lavrov…

September 28, 2025
Next Post
અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la…

અમદાવાદમાં નકલી કોર્ટ ઓર્ડર બનાવનારો વકીલ ઝડપાયો, બનાવટી સહી-સિક્કાથી પોલીસને શંકા થઈ | ahmedabad la...

‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન | India America Re…

‘અમે ભારતને સજા આપવા નથી માંગતા, પણ આ એક શરત માનવી પડશે’, અમેરિકાનું મોટું નિવેદન | India America Re...

દાહોદની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું તબિયત લથડ્યા બાદ મોત, પરિવારમાં શોક | dahod school 13 year…

દાહોદની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું તબિયત લથડ્યા બાદ મોત, પરિવારમાં શોક | dahod school 13 year...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

6 days ago
4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અ…

2 months ago
ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

5 months ago
વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of …

વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો | Growing attraction of …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News