Jaya Bachchan Loses Temper Again: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફરી એકવાર જાહેરમાં ભડકી ઉઠ્યા હતા. હકીકતમાં, દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને ધક્કો માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયા બચ્ચન એ વ્યક્તિને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ‘તમે શું કરી રહ્યા છો? આ શું છે?’
આ પણ વાંચો: આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી
ઘટના સમયે પ્રિયંકા ચતુર્વેદી પણ તેમની નજીક ઊભા હતા
આ ઘટના દરમિયાન જયા બચ્ચનની સાથે સાંસદ અને શિવસેના(UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ તેમની નજીક ઊભા જોવા મળી રહ્યા છે. જ્યારે જયા બચ્ચને એ વ્યક્તિને ધક્કો માર્યો ત્યારે ચતુર્વેદીએ ફરીને આસપાસ જોયું અને પછી ક્લબ તરફ ચાલ્યા ગયા.
જયા બચ્ચનનું આ વર્તન પહેલીવાર નથી
જો કે, આવું પહેલીવાર નથી કે, જ્યારે જયા બચ્ચને જાહેરમાં કોઈ પર નિશાન સાધ્યું હોય. થોડા દિવસ પહેલા જ સંસદમાં ઓપરેશન સિંદૂર પર એક ખાસ ચર્ચા દરમિયાન રાજ્યસભાના સાંસદે શાસક પક્ષના સભ્યોને તેમને અટકાવવા બદલ ટીકા કરી અને કહ્યું, ‘કાં તો તમે બોલો નહીંતર હું બોલીશ.’
આ પણ વાંચો: કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ
રાજ્યસભામાં બચ્ચનની બાજુમાં પ્રિયંકા ચતુર્વેદી બેઠેલા હતા. જેમને સમાજવાદી પાર્ટીના નેતાએ હળવો ઠપકો આપ્યો હતો. જ્યારે બચ્ચન શાસક પક્ષને વિનંતી કરી રહ્યા હતા કે, તેઓ તેમને બોલતી વખતે અટકાવે નહીં, ત્યારે પ્રિયંકા ચતુર્વેદી તેમના જમણા હાથથી ઇશારો કરતાં જોવા મળ્યા હતા. એ પછી તેમણે શિવસેના સાંસદ તરફ જોઈને કહ્યું, ‘પ્રિયંકા, મને નિયંત્રિત ન કરો.’