– પેન સ્ટેટ યુનિવર્સિટીના રિસર્ચથી ગોપનીયતા જોખમાશે
– હાઈટેક રડારથી ફોન પર વાત કરતી વખતે ઈયરપીસમાંથી નીકળતા કંપનને ડિકોડ કરવામાં 60 ટકા સફળતા મળી
નવી દિલ્હી : પેન સ્ટેટ યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ સંશોધકોએ એક એવી નવી ટેકનીક વિકસાવી છે જેનાથી દસ ફીટના અંતરેથી પણ ફોન પર થઈ રહેલી વાતચીતને સાંભળી શકાશે અને ડિકોડ કરી શકાશે. આ સંશોધનમાં મિલિમીટર વેવ રડાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)નો ઉપયોગ કરાયો હતો. સેલ્ફ-ડ્રાઈવિંગ કાર, મોશન ડિટેક્શન અને ફાઈવ જી નેટવર્કમાં ઉપયોગમાં લેવામાં આવતું રડાર ફોન પર થતી વાતચીત દરમ્યાન ઈયરપીસમાંથી નીકળતા અત્યંત હળવા કંપનોને પણ પકડી લે છે.