– ઇજાગ્રસ બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ,પોલીસ મથકે ગુનો દાખલ કરાયો
ડભોઇ : ડભોઇ તાલુકાના તિલકવાડા રોડ ઉપર આવેલા શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બે વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ.
ડભોઇ-તિલકવાડા માર્ગ પર આવેલા શીરોલા ગામ પાસે સાંજના સમયે ટેમ્પોમાં ચાલક અજય રાઠોડિયા(ઉ.વ.૨૬) (રહે.ટીંબી ફાટક, ડભોઇ)અને દિલિપ રાઠોડિયા (ઉ.વ.૨૪) (રહે.ટીંબી ફાટક, ડભોઇ)અને અન્ય બે વ્યક્તિ પસાર થઇ રહી હતી.તે સમયે એક ટ્રક પૂરઝડપે આવતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પોના ચાલક અજય ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે દિલિફ ભાઇ અને અન્ય બે વ્યક્તિને ઇજા થતાં વડોદરા દવાખાને સારવાર માટે ખસેડી હતી.જેમાં બીજા દિવસે દિલિપ ભાઇનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.જ્યારે બે વ્યક્તિ દવાખાનામાં સારવાર હેઠળ હતી.આ અકસ્માત અંગે ડભોઇ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.