Jamnagar : જામનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી 9 મહિલાને સીટી સી. ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર 3 ખાતે આવેલ બ્રાહ્મણ બોર્ડિંગની પાસે જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી કુસુમબેન તથા જોસનાબેન વિપુલભાઈ પટેલ તથા અલ્પાબેન હિતેશભાઈ ગોપીયાણી તથા પારુલબેન અનિલભાઈ બાવાજી તથા અંજુબેન અજયભાઈ ખારવા તથા હીનાબેન રાજુભાઈ ખવાસ તથા ચેતનાબેન પ્રવીણભાઈ પટેલ તથા અંજનાબેન વસંતભાઈ મહેતા અને નયનાબેન નીતિનભાઈ ગોંડલીયા નામની 9 મહિલાને સીટી સી ડિવિઝન પોલીસે ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 16740 ની રોકડ રકમ કબ્જે કરી હતી.