વડોદરાઃ વડોદરા તાલુકા પંચાયત દ્વારા ફરી એક વાર નવી ઓફિસ બનાવવા માટે જગ્યાની માંગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે.
વડોદરા તાલુકા પંચાયતની કચેરી હાલમાં જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોર પર માસિક રૃ.૩૧ હજારના ભાડેથી ચાલી રહી છે.છેલ્લા આઠેક વર્ષથી તેઓ પોતાની કચેરી બને તે માટે જગ્યાની માંગણી કરી રહ્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે,તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા છે અને વડોદરા જિલ્લા પંચાયત તેમજ રાજ્ય સરકારમાં પણ ભાજપની સત્તા છે.