Independence Day celebrating 15 August: દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ વર્ષના સ્વતંત્રતા ઉજવણીની એક ખાસ વાત એ છે કે ભારત પણ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. સ્વતંત્રતા ભારતીય માટે કેટલી જરુરી હતી એ આ દેશના વીરોના બલિદાનની સ્ટોરીમાં બતાવવામાં આવ્યું છે. 15 ઓગસ્ટની તારીખ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે.
ભારતની સાથે વિશ્વના ઘણા દેશોને પણ સ્વતંત્રતા મળી. એજ કારણે ભારતની સાથે સાથે તે દેશો પણ ખૂબ જ ઉત્સાહથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. જાણો, કેટલા દેશો ભારત સાથે સ્વતંત્રતા દિવસ ઉજવે છે.
આ પણ વાંચો: રશિયા અને યુક્રેન વચ્ચે થશે સીઝફાયર? ટ્રમ્પ અને પુતિનની મુલાકાત પર દુનિયાની નજર
ઉત્તર અને દક્ષિણ કોરિયાને જાપાનથી આઝાદી મળી
ઉત્તર અને દક્ષિણ કોરિયા બંનેમાં 15 ઓગસ્ટને ગ્વાંગબોકજેઓલ અને મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તે દિવસ છે જ્યારે 1945માં કોરિયા 35 વર્ષ પછી જાપાની કબજામાંથી મુક્ત થયું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ કોરિયાને જાપાનથી આઝાદી મળી હતી. જયા આઝાદીએ નવી આશાનું કિરણ લાવી હતી, પરંતુ તેનાથી વિભાજનની શરુઆત પણ થઈ હતી.
કોરિયન દ્વીપકલ્પ માટે સોવિયેત સંઘ અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે એક કામચલાઉ કરાર થયો, જે તેને 38મી સમાંતર રેખા પર તેનું વિભાજીત થઈ ગયું. ત્રણ વર્ષ પછી આ રાજકીય વિભાજન બે અલગ ભાગોમાં થયું, જે આખરે 1950 માં કોરિયન યુદ્ધને જન્મ આપ્યો. છતાં, દાયકાઓ સુધી અલગ રહેવા છતાં બંને રાષ્ટ્રો 15 ઓગસ્ટને તેમની જમીન પાછી મેળવવાના ક્ષણ તરીકે ઉજવે છે.
બહેરીન પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યુ
19મી સદીથી બ્રિટન બહેરીનના સંરક્ષણ અને વિદેશી બાબતો પર નિયંત્રણ રાખતું હતું, પરંતુ આંતરિક શાસન અલ-ખલીફા શાહી પરિવારના હાથમાં હતું. બ્રિટને 1968 માં જાહેરાત કરી હતી કે, તે 1971 સુધીમાં પર્સિયન ગલ્ફના “ટ્રુશિયલ સ્ટેટ્સ” (આજનું યુએઈ, કતાર અને બહેરીન) માંથી તેના લશ્કરી દળો પાછા ખેંચી લેશે. બહેરીન શરૂઆતમાં યુએઈમાં જોડાવા માંગતું હતું, પરંતુ રાજકીય મતભેદોને કારણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને 14 ઓગસ્ટ, 1971 ના રોજ, બહેરીને પોતાને એક સ્વતંત્ર દેશ જાહેર કર્યો. બ્રિટને 15 ઓગસ્ટ, 1971 ના રોજ તે દેશનું નિયંત્રણ છોડી દીધું. આમ બહેરીન સ્વતંત્ર બન્યું.
આ પણ વાંચો: ટ્રમ્પ-પુતિનની બેઠક પહેલા જ રશિયાએ ટ્રમ્પનો ખેલ બગાડ્યો! કહ્યું- સંયુક્ત નિવેદનની શક્યતા ઓછી
ફ્રાન્સથી સ્વતંત્ર બન્યું રિપબ્લિક ઓફ કોંગો
કોંગો રિપબ્લિક, કે જે ફ્રેન્ચ ઇક્વેટોરિયલ આફ્રિકાનો એક સમયનો ભાગ હતું. 15 ઓગસ્ટ, 1960 ના રોજ ફ્રાન્સથી સ્વતંત્ર થયું. રાજધાની, બ્રાઝાવિલ, દર વર્ષે કોંગોના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે પરેડ, કોન્સર્ટ અને સમુદાય મેળાવડાથી જીવંત બને છે. આ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જેવું નથી, જે 30 જૂને બેલ્જિયમથી તેની સ્વતંત્રતાની ઉજવણી કરે છે.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની બેલ્જિયમથી સ્વતંત્રતા 30 જૂન, 1960 ના રોજ અમલમાં આવી હતી, પરંતુ રિપબ્લિક ઓફ કોંગો (તેનો પશ્ચિમી પાડોશી) 15 ઓગસ્ટ, 1960 ના રોજ સ્વતંત્ર થયું. જેના કારણે સ્વતંત્રતાની ઉજવણી બંને વચ્ચે મૂંઝવણ ઉભી કરે છે.