Odisha Train Accident: ઓડિશાના કટકના નિર્ગુંડી પાસે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસની 11 ડબ્બાં પાટા પરથી નીચે ઉતરી ગયા છે. કટક સ્ટેશન છોડ્યા બાદ મંગોલી સ્ટેશન પાસે કામાખ્યા એક્સપ્રેસ સાથે દુર્ઘટના થઈ અને ડબ્બા પાટા નીચે ઉતરી ગયા હતાં. મળતી માહિતી મુજબ, B9 થી B14 સુધી ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પૂર્વ કોસ્ટ રેલ્વે મેનેજર, ખુર્દા ડીઆરએમ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે, હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 25 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે જ્યારે એકનું મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ બિહાર-બંગાળની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપના મતભેદોનો અંત? PMની મુલાકાત બાદ RSS નેતાનું મોટું નિવેદન
અકસ્માતના કારણે અમુક ટ્રેન ડાયવર્ટ કરાઈ
કામખ્યા એક્સપ્રેસ પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે આ ટ્રેનના રૂટ તાત્કાલિક અસરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે
- 12822 (BRAG)
- 12875 (BBS)
- 22606 (RTN)
રેલવે અધિકારીએ જાણકારી આપી છે કે, અકસ્માત બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ છે.
આ પણ વાંચોઃ VIDEO : મહિલા કોને કહેવાય? ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાખ્યા સાંભળી લોકો હસી હસીને લોથપોથ થયા
હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા
- ભુવનેશ્વર હેલ્પલાઇન – 8455885999
- કટક હેલ્પલાઇન – 7205149591
- ભદ્રક હેલ્પલાઇન – 9437443469