Gujarat News: ગાંધીનગરમાં મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રસ્તાઓની બિસ્માર હાલત મુખ્ય મુદ્દો બન્યો હતો. એક વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓ તૂટી જતા જવાબદાર સામે પગલા લેવા અંગે સરકારે સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 11 ઓક્ટોબરે મતગણતરી, જાણો વિગતવાર કાર્યક્રમ
નવરાત્રિ બાદ રાજ્યભરના રસ્તાઓનું થશે સમારકામ
આ બેઠકમાં નિર્ણય લેવાયો કે, નવરાત્રિ બાદ રાજ્યભરમાં વિસ્તૃત માર્ગ સમારકામ હાથ ધરવામાં આવશે. આગામી તહેવારો દરમિયાન લોકો સરળતાથી અવર-જવર કરી શકે તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ દૂધધારા ડેરી: ભાજપે 9 નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યએ પક્ષ સામે જ મોરચો માંડ્યો, કમળ વિના ચૂંટણી લડવાની જાહેરાત
જળાશયો વિશે પણ કરાઈ સમીક્ષા
નોંધનીય છે કે, રોડ-રસ્તા સિવાય બેઠકમાં જળાશયો અને પાણીના સંગ્રહની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં દર વર્ષે પૂરથી થતા નુકસાનીના કાયમી ઉકેલ માટે વ્યૂહરચના પણ કરવામાં આવી હતી. અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન અંગે પણ ખેડૂતોને જલ્દી વળતર મળે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી.