વડોદરા,વહેલી સવારે એ.પી.એમ.સી. માર્કેટમાં હોટલનો સ્ટાફ કાર લઇને શાકભાજી લેવા જતો હતો. તે દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત થયું હતું.જ્યારે ત્રણને ઇજા થઇ હતી.
રાજસ્થાનના ઉદયપુર તાલુકાના જેતનાડી ગામે રહેતો ગુલાબરામ પિતારામ હાલમાં વાસદની કિસ્મત કાઠિયાવાડી હોટલમાં છેલ્લા એક વર્ષથી વેઇટર તરીકે નોકરી કરે છે. આજે સવારે પાંચ વાગ્યે હોટલના માલિકની ફોર વ્હીલર લઇને ગુલાબરામ, ડ્રાઇવર રાજેશ લક્ષ્મણભાઇ ચૌહાણ, વિનુભાઇ પૂનમભાઇ પરમાર, કાલુરામ કેશારામ ગામેતી તથા સોહિલ રાજુભાઇ પઠાણ એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. હાઇવે પર પદમલા બ્રિજ ચડતા સમયે ડ્રાઇવર રાજેશભાઇને અચાનક ઝોકું આવી જતા તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર આગળ જતા કન્ટેનરની પાછળ ઘુસી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેસેલા વિનુભાઇ પૂનમભાઇ પરમાર, ઉં.વ.૫૦ (રહે. ગુતેડી ગામ,તા.સાવલી,જિ.વડોદરા)ને ગંભીર ઇજા થતા સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે કાલુરામને માથા, છાતી અને પગમાં ઇજા પહોંચી હતી. જ્યારે ડ્રાઇવર રાજેશને છાતીના ભાગે તથા સોહિલને ચહેરા પર ઇજા પહોંચી હતી. જ્યારે ગુલાબરામને ઇજા થઇ નહતી. બનાવ અંગે છાણી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Tuu
Tuud
બોક્સ…
હાઇવે પર અકસ્માતમાં બાઇક સવારનું મોત ઃ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાંથી રવાના
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
ગઇકાલે રાતે પોર હાઇવે આલમગીર ગામ નજીક અકસ્માત થતા બાઇક સવાર સંજય બારિયાભાઇ બામણીયા, ઉં.વ.૩૦ તથા રાજુ અંકિતભાઇ બામણીયા, ઉં.વ.૨૮ ને ઇજા પહોંચી હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન રાજુનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સંજય હોસ્પિટલમાંથી અધૂરી સારવાર કરાવી રવાના થઇ ગયો હતો. બાઇક પર સુરત પાસિંગનું છે. કપુરાઇ પોલીસે બાઇકના નંબરના આધારે માલિકની તપાસ હાથ ધરી છે.