Devayat Khavad Arrested : ગુજરાતના ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર પોલીસના સકંજામાં ફસાયા છે. ગુજરાત પોલીસે આજે 17 ઓગસ્ટે દુધઈ ગામ નજીકથી દેવાયત ખવડ સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. દેવાયત ખવડને લઈને ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.
SPએ સમગ્ર મામલે આપી માહિતી
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદને લઈને ગીર સોમનાથ SPએ જણાવ્યું હતું કે, ‘પોલીસે બાતમીના આધારે દેવાયત ખવડ સહિતના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, સનાથલના ડાયરાના બુકિંગમાં કલાકાર મોડા પહોંચ્યા હતા, તેને લઈને માથાકુટ થઈ. જેને લઈને સામસામી ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં ફરિયાદ દ્વારા સોશિયલ મીડિયામાં વારંવાર રીલ મૂકાતી હતી. જેમાં બંને પક્ષે સોશિયલ મીડિયામાં આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરાતા હતા. જેમાં ઉશ્કેરાય જવાથી મામલો બીચક્યો હતો.’
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ ફરિયાદ આધારે વધુ તપાસ કરી રહી છે. જેમાં ટેક્નિકલ એનાલિસિસ, ફરિયાદીના નિવેદન નોંધવા સહિતની કામગીરી હાથ ધરાશે.
આ પણ વાંચો: 5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો.