Malda Violence : પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબાડી ગામમાં સાંપ્રદાયિક હુમલા થવાની ઘટનામાં 57 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગામમાં ગત સપ્તાહે હિંસક હુમલા, દુકાનો લૂંટવાની તેમજ આગ લગાવવાની ઘટના બની હતી. રાજ્ય પોલીસે કોલકાતા હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે, મોથાબાડીમાં સ્થિતિ લગભગ નિયંત્રણમાં છે. જોકે બીજીતરફ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પોલીસના દાવાઓને રદીયો આપ્યો છે અને કહ્યું કે, જો સ્થિતિ નિયંત્રણ હોય તો તણાવવાળા સ્થળો પરથી બેરિકેડ્સ કેમ લગાવ્યા છે અને ત્યાં વિપક્ષના નેતાઓ અને મીડિયા કર્મચારીઓને પ્રવેશતા કેમ અટકાવવામાં આવી રહ્યા છે?
સ્થિતિ સામાન્ય છે, તો ભાજપ નેતાઓને જતા કેમ અટકાવાઈ રહ્યા છે : શુભેન્દુ
શુભેન્દુ અધિકારી (Suvendu Adhikari)એ મોથાબાડીમાં હિંસા મુદ્દે ગત સપ્તાહે રાજ્યપાલ સી.