EID 2025: આવતીકાલે સોમવાર (31 માર્ચ, 2025) ના રોજ દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. લખનૌમાં ઈદનો ચાંદ દેખાયો છે. ઈદગાહ ઈમામ મરકઝી ચાંદ કમિટીના પ્રમુખ ખાલિદ રશીદ ફરંગીએ જાહેરાત કરી છે કે આજે ઈદનો ચાંદ દેખાયો છે અને ઈદ આવતીકાલે 31 માર્ચે ઉજવવામાં આવશે.
ઈદનો તહેવાર નજીક આવતાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. તૈયાર કપડાં અને જૂતાની દુકાનોમાં ખરીદદારોની ભીડ ઉમટી પડી, જેને લઈને બજારો ધમધમી ઉઠી છે.