– ગુનાહિત ઇતિવાસ ધરાવતા શખ્સોનુ કારસ્તાન સામે એસઓજીની તપાસ
– રિવોલ્વર 12, 8 બારબોર, પિસ્તોલ પાંચ સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે, નાગાલેન્ડ અને મણીપુરના ચાર એજન્ટો મારફતે લાયસન્સ મેળવી ગુજરાતમાંથી હથિયાર ખરીદ્યાનું ખૂલ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજીએ અન્ય રાજ્યમાંથી હથિયારના લાયસન્સ મેળવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે વધુ ૨૫ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે અને ૧૭ હથિયાર કબજે કર્યા છે. જેમાં પાંચ પિસ્તોલ, ૧૨ રિવોલ્વર, ૮ બારબોર સહિત ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝાલાવાડમાં ગેરકાયદે હથિયારો રાખનાર શખ્સો અને લાયસન્સ પરવાના અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં રાજ્ય અને જિલ્લામાંથી ગેરકાયદે હથિયારોનું રેકેટ ચાલતુ હોવાની બાતમીના આધારે જિલ્લામાં અમુક શખ્સો સામે ગુનાઓ દાખલ કરાયા છે. તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ગુજરાતમાંથી હથિયારનું લાયસન્સ મેળવવાની શકયતા નહિંવત છે. જેને લઇ એસઓજીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં મણીપુર અને નાગાલેન્ડ સહિત રાજયોમાંથી હથિયારના લાયન્સ મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેને લઇ એસઓજીએ વધુ તપાસ હાથ ધરાત ૨૧ શખ્સોને રાઉન્ડઅપ કરાયા હતા અને ૧૭ શખ્સો પાસેથી અલગ અલગ પ્રકારના ૨૫ લાખના ૨૫ હથિયારો કબજે કરાયા હતા. મણીપુર અને નાગાલેન્ડમાં ગુજરાતના એજન્ટો મારફતે સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
મણીપુર અને નાણાલેન્ના એજન્ટ મુકેશ ( મૂળ રહે. વાકાનેર) છેલ્લા વેલાભાઇ ભરવાડ ( મૂળ રહે.દરોડ, તા. ચુડા, હાલ રહે. સુરત), વિજય ભરવાડ ( રહે. સુરત) અને સોકતઅલી (રહે. હરિયાણા) પાસેથી હથિયારના લાયસન્સ મેળવ્યા હોવાની અને તેના આધારે ગુજરાતમાંથી હથિયારોની ખરીદી કરી હોવાની કબૂલાત કરી હતી.
એસઓજી પોલીસે ૨૧ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા જે પૈકી ૧૭ શખ્સો પાસેથી ૦૫-પિસ્તોલ, ૧૨-રિવોલ્વર, ૦૮-બારબોર સહિત ૨૫ હથિયારો અને શંકાસ્પદ લાયસન્સ કબ્જે કર્યા હતા. જે પૈકી ૧૪ શખ્સો ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ચાર શખ્સો પાસેથી માત્ર લાયસન્સ મળી આવ્યા હતા તેઓએ હથિયારની ખરીદી ન કરી હોવાનું સામે આવ્યું હતું.
રાઉન્ડઅપ કરેલા હથિયાર ધરાવનાર શખ્સો અને તેની વિગતો.
ક્રમ હથિયારધારકનું નામ પ્રકાર કિંમત
(૧) ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઈડાયભાઈ આલ રીવોલ્વર ૧.૫૦ લાખ
(૨) કેવલભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ ૧.૫૦ લાખ
(૩) અશોકભાઈ રમેશભાઈ કલોતરા પીસ્તોલ ૧.૫૦ લાખ
(૪) હરિભાઈ ચોથાભાઈ બાંમ્ભા પીસ્તોલ/બારબોર ૧.૫૦લાખ
(૫) લખમણભાઈ ઉર્ફે બકાભાઈ ચોથાભાઈ બાંમ્ભા રીવોલ્વર ૧.૫૦ લાખ
(૬) હરિભાઈ રણુભાઈ જોગરાણા રીવોલ્વર ૧.૫૦ લાખ
(૭) રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણા રીવોલ્વર ૧.૫૦ લાખ
(૮) મયુરભાઈ લક્ષ્મણભાઈ સોંડલા રીવોલ્વર/બારબોર ૧.૫૦ લાખ
(૯) નથુભાઈ કાળાભાઈ બાંમ્ભા રીવોલ્વર/બારબોર ૧.૫૦ લાખ
(૧૦) દિગેશભાઈ કરશનભાઈ સભાડ રીવોલ્વર ૧.૦૦ લાખ
(૧૧) વરજાંગભાઈ હનુભાઈ મીર પીસ્તોલ/બારબોર ૧.૫૦ લાખ
(૧૨) ભરતભાઈ રમેશભાઈ અલગોતર રીવોલ્વર ૧.૦૦ લાખ
(૧૩) રાહુલભાઈ જાગાભાઈ અલગોતર પીસ્તોલ/બારબોર ૨.૩૦ લાખ
(૧૪) ગોપાલભાઈ હિરાભાઈ જોગરાણા રીવોલ્વર/બારબોર ૧.૫૦ લાખ
(૧૫) ગભરૂભાઈ ઉર્ફે મોગલ સગરામભાઈ સામ્બંડ રીવોલ્વર ૧.૦૦ લાખ
(૧૬) લીંમ્બાભાઈ ભોટાભાઈ સરૈયા રીવોલ્વર/બારબોર ૧.૫૦ લાખ
(૧૭) રમેશભાઈ કુંવરાભાઈ વરૂ રીવોલ્વર/બારબોર ૧.૭૦ લાખ
(૧૮) ગણતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી —
(૧૯) જયશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી —
(૨૦) લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હથિયાર નથી —
(૨૧) હિરાભાઈ વિઠ્ઠલભાઈ ઓગોતર હથિયાર નથી —
ગુજરાતની ટીમની હજૂ નાગાલેન્ડમાં તપાસ
સુરેન્દ્રનગર એસઓજી ટીમે જીલ્લામાંથી ૨૧ શખ્સોને બહારથી શંકાસ્પદ રીતે મેળવેલ હથિયારનું લાયસન્સ અને હથિયાર સાથે ઝડપી લીધા છે ત્યારે આ પ્રકારનું નેટવર્ક સુરન્દ્રનગર સહિત અન્યી મોટાપ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું પોલીસ દ્વારા અનુમાન સેવાઈ રહ્યું છે અને હજું પણ એક ટીમ નાગાલેન્ડ ખાતે તપાસ ચલાવી રહી છે જે તપાસ બાદ વધુ નામો બહાર આવશે તેમ લાગી રહ્યું છે.