– પ્રસૂતિ વખતે 22 વર્ષનો પુત્ર હાજર હતો
– બીજી તરફ, જર્મનીમાં 66 વર્ષની મહિલા 10મા બાળકની માતા બની, ઘટના વાયરલ
લખનઉ : ઉત્તર પ્રદેશના હાપુડમાં ૫૦ વર્ષીય મહિલાએ૧૭મા બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે એમ્બ્યુલન્સમાં જ બાળકનો જન્મ થયો હતો.
પિલખુવાના બજરંગપુરી મોહલ્લાના રહેવાસી ઈમામુદ્દીનની પત્ની ગુડિયાને પ્રસવ પીડા શરૂ થઈ હતી. પરિવાર તેને લઈને પિલખુવા કમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોચ્યું હતું. પરંતુ, ત્યાંથી તેને મેરઠ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી. પરિવારના સભ્યો તેને લઈને મેરઠ જવા નીકળ્યા ત્યારે જ એમ્બ્યુલન્સમાં ગુડિયાને દુખાવો થયો હતો.
એમ્બ્યુલન્સમાં તેનાત ઈએમટી અને પાયલોટે પ્રસવ કીટની મદદથી ડિલીવરી કરાવી હતી. ડિલીવરી બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં, ડોક્ટરોએ તપાસ બાદ બાળકને સ્વસ્થ જાહેર કર્યો હતો. મહિલાએ જ્યારે બાળકીને જન્મ આપ્યો ત્યારે તેનો ૨૨ વર્ષનો મોટો પુત્ર પણ એમ્બ્યુલન્સમાં હાજર હતો.
બીજી તરફ, જર્મનીની ૬૬ વર્ષીય ઇતિહાસકાર અને મ્યુઝિયમ ડિરેક્ટર એલેક્ઝાન્ડ્રા હિલ્કેબ્રાન્ડેએ ૧૦મા બાળકને જન્મ આપ્યો હતો. તેણે ૧૯૭૭માં તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ૫૦ દાયકાના સફરમાં તેમણે સી-સેક્શન દ્વારા આઠ અન્ય બાળકોને જન્મ આપ્યો હતો. તેમની સૌથી મોટી પુત્રી ૪૫ વર્ષની છે.