ગાંધીનગરમાં ખનીજ ચોરો સામે કલેક્ટર તંત્રની કાર્યવાહી
યથાવત
માર્ચ મહિનામાં બિનઆધિકૃત રીતે ખનીજ વહનના ૫૮ કેસોમાં ૧.૩૪ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં બેફામપણે રેતી
ચોરીની ફરિયાદો વધી છે ત્યારે કલેકટરની સૂચનાથી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા
છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા તેમજ ખનન કરતા
૧૬ જેટલા વાહન જપ્ત કરીને ૪.૩૩ કરોડ રૃપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગાંધીનગર કલેકટર મેહુલ દવે દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે
કરવામાં આવેલા કડક કાર્યવાહીના આદેશને પગલે ભૂસ્તર શાી પ્રણવ સિંહની સૂચના થકી
ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ સ્થળે વાહન ચેકિંગની
કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં રાત્રી અને દિવસે
કરાયેલી તપાસમાં જિલ્લાના લેકાવાડા, કલોલ,
વૈષ્ણોદેવી, ગલુદણ, નાનાચિલોડા, આદરજ ગિફ્ટ સિટી, નાંદોલ, રાધેજા,માણસા હાઈવે
લેકાવાડા પાલજ રોડ, જેવા અલગ
અલગ વિસ્તારોમાં ૧૬ જેટલા વાહનો જપ્ત કરીને ૪.૩૩ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત
કરવામાં આવ્યો છે. આ વાહનો ગેરકાયદેસર રીતે રેતી લઈ જતા હતા તેમજ કેટલીક જગ્યાએ
તેની ચોરી કરવામાં આવતી હતી તો સંગ્રહ સંબંધિત ફરિયાદોના આધારે આ કાર્યવાહી
કરવામાં આવી હતી. આગામી દિવસમાં જપ્ત કરાયેલા આ વાહનોના માલિકો પાસેથી દંડની રકમ
પણ વસૂલ કરવામાં આવશે તો માર્ચ મહિના દરમિયાન ૫૮ જેટલા કેસ કરવામાં આવ્યા હતા અને
તેમાં ૧.૩૪ કરોડ રૃપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે આગામી
દિવસમાં પણ કામગીરી ચાલુ રાખવાનો નિર્દેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. હાલ ઝડપી
લેવામાં આવેલા આ વાહન માલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ
દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.