Acharya Rajyashsuri Ji Vidai: ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજી મ. સા…ને પાવન દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પાલખી યાત્રા અને અંતિમ સંસ્કાર દરમિયાન ઉપસ્થિત રહેલા હજારો ભક્તોએ અશ્રુભીની આંખે રાજયશસૂરીશ્વરજી મ. સા. ને વિદાય આપી હતી. પાલખીયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે રૂપિયા 12 કરોડથી વધુના ચઢાવાની ઉપજ થઈ હતી.
આ પણ વાંચો: બનાસ ડેરીએ જાહેર કર્યો ₹2909.08 કરોડનો ભાવફેર, પશુપાલકો માટે દિવાળીનો માહોલ
રાજયશસૂરીશ્વરજી મ.સા.ની અંતિમયાત્રા નિમિત્તે…
આજે શ્રી સાબરમતી જૈન સંઘમાં તપાગચ્છાધિપતી સહિત અનેક આચાર્ય ભગવંતો તથા શ્રમણ-શ્રમણી ભગવંતોની નિશ્રામાં તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોની હાજરીમાં અંતિમયાત્રાના વિવિધ આદેશો અપાયા હતા. અમદાવાદના ધારાસભ્યો, સમગ્ર દેશના વિવિધ પ્રાંતોમાંથી જૈન સંઘના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, ઉદાર દાનવીરો, ઉદ્યોગપતિઓ વિશાળ સંખ્યામાં ગુરુદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા હતા. રાજયશસૂરીશ્વરજી મ.સા.ની અંતિમયાત્રા નિમિત્તે જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ આદિ અનેક ક્ષેત્રોમાં વિશાળ રાશિ અર્પણ કરવાની ઉદઘોષણા થઈ હતી. રૂપિયા 3.6 કરોડ સોલા રોડ જઈને સંઘના દેરાસરના પ્રાંગણમાં ગુરુ મંદિર બનાવવાના પ્રતિષ્ઠાના કરવાનો ચડાવો બોલાયો હતો.
આ પણ વાંચો: જામનગર અને ખીમલિયામાં જુગારના પાંચ દરોડામાં 8 મહિલા સહિત 30 ની અટકાયત
મ. સા. નો પાર્થિવ દેવ પંચમહાભુતમાં વિલીન
હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોની ઉપસ્થિતિમાં રાજયશસૂરીશ્વરજી મ.સા.ની અંતિમયાત્રા સાબરમતીથી પ્રારંભથઈને અમદાવાદના રાજમાગીને પાવન કરતી અનુકંપાદાન વર્ષાદાનાદિ સુકૃતો કરતી કરતી શ્રી શાંતિનગર થઈને શ્રી સોલારોડમાં અગ્નિસંસ્કાર માટે અંતિમયાત્રા પહોંચી હતી. આ પ્રસંગે ભારત દેશમાં લગભગ 10થી વધુ ગુરુમંદિર નિર્માણના આદેશ પણ અપાયા હતા. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ, મોટી સંખ્યામાં ભાવિકો વચ્ચે રાજયશસૂરીશ્વરજી મ. સા. નો પાર્થિવ દેવ પંચમહાભુતમાં વિલીન થયો હતો. આગામી દિવસોમાં રાજયશસૂરીશ્વરજી મ. સા. ની ગુણાનુવાદ સભા અમદાવાદના વિવિધ સંઘોમાં યોજાશે.