Image Source: IANS
આસામ સરકારે 21 ઓગસ્ટે મોટો નિર્ણય લીધો છે. આસામ સરકારે નિર્ણય લીધો કે, હવે રાજ્યમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોનું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ ગુરૂવારે કહ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને ભારતની નાગરિકતા મળતી અટકાવવા માટે આ પગલું ભર્યું છે. આ વ્યવસ્થા આ વર્ષે ઓક્ટોબરથી લાગુ કરાશે. તેના માટે સરકારે એક નોટિફિકેશન પણ બહાર પાડી છે. જો કે, આ અગાઉ કેટલાક સમુદાયોને થોડા સમય માટે છૂટ આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ ઉદ્દેશ્ય બાંગ્લાદેશી ઘુસણખોરોને આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવાથી રોકવાનો છે.
નવા નિયમમાં કોને મળશે છૂટછાટ?
મુખ્યમંત્રીએ મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ’18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને આધાર કાર્ડની અરજી કરવા માટે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવશે, જેમણ હજુ સુધી આધાર કાર્ડ બનાવ્યું ન હોય. જો કે, તેમણે કહ્યું કે, ચાના બગીચાઓમાં રહેતા આદિવાસી, 18 વર્ષથી વધુની ઉંમરના અનુસૂચિત જાતી(SC) અને અનુસૂચિત જનજાતિ(ST)ના લોકોને આગામી એક વર્ષ સુધી આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ વાંચો: ‘રેલવે મુસાફરોના વધારાના સામાન પર કોઈ દંડ નહીં લાગે’, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી
જે લોકોએ હજુ સુધી આધાર કાર્ડ માટે અરજી નથી કરી, તેઓ 1 સપ્ટેમ્બરથી અરજી કરી શકશે. આગામી એક મહિના માટે વિન્ડો ખુલી રહેશે. આધાર કાર્ડ માટે જે મુદ્દે સમસ્યા હશે, તેમણે ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર દ્વારા અરજી કરવાની રહેશે.
આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય નાગરિકોની ઓળખની પ્રાથમિકતાને નક્કી કરવાના પ્રયાસોનો ભાગ માનવામાં આવી રહ્યો છે. આ પગલું છેલ્લા એક વર્ષમાં બાંગ્લાદેશથી સંભવિત ઘૂસણખોરી સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે સરકારે આપેલા ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.’
આ પણ વાંચો: ડિસેમ્બરમાં ISRO લોન્ચ કરશે પહેલું ગગનયાન પરીક્ષણ મિશન, શુભાંશુએ કહ્યું- ‘ભારત તૈયાર છે’