વર્ષો પહેલાં પ્રાચીન પ્રતિમાઓ વીજાપુરના બિલોદ્રા ગામેથી મળી હતી : ભગવાન મહાવીર સ્વામી ઉપરાંત તીર્થંકર નેમિનાથ, પાર્શ્વનાથ, ધર્મદેવ અને ઋષભદેવની દુર્લભ પ્રતિમા: દેવ-દેવીઓના શિલ્પોનો મ્યુઝિયમમાં ખજાનો
રાજકોટ, : રાજકોટનું વોટસન મ્યુઝિયમ સમગ્ર ગુજરાતનાં જાણીતા સંગ્રહાલયો પૈકીનું એક ગણાય છે. અહીના શિલ્પ સ્થાપત્ય વિભાગમાં 12મી સદીની પૌરાણીક પ્રતિમાઓ જોવા મળે છે. જેમાં ઉતર ગુજરાતનાં વીજાપુર તાલુકાના બિલો દ્વારા ગામેથી મળી આવેલી જૈન તીર્થંકરોની પૌરાણિક પ્રતિમાઓનો ઈતિહાસ ઘણો રોચક હોવાનું જાણવા મળે છે.
કાઠિયાવાડના પોલીટિકસ એજન્ટ કર્નલ જહોન વોટસનને ઈતિહાસ અને પુરાતત્વમાં ઘણો રસ હતો. તેથી તેની સ્મૃતિમાં ઈ.સ. 1888માં વોટસન મ્યુઝિયમની રાજકોટમાં સ્થાપના થઈ આ મ્યુઝિયમના પ્રવેશ દ્વારે બ્રહ્માની વિશાળ પ્રતિમાના દર્શન થાય છે. શિલ્પ સ્થાપત્ય વિભાગમાં અહી જેઠવાઓની રાજધાની ગણાતી ધુમલીના 10મી સદીના શિલ્પોની આકર્ષક કમાન, માંગરોળના 7મી સદીના ગુપ્ત શૈલીના સુર્ય સિધ્ધપુરના સુર્ય સુપોણી, ચોબારીના 12મી સદીના કાળા પત્થરોની શેષશાયી વિષ્ણુની પ્રતિમા, ઝુંઝુવાડાની ભવ્ય માતૃકાઓ અને શિવપાર્વતીની સુખશાનમૃર્તિના દર્શન થાય છે. જૈન તિર્થંકરોની જે પ્રતિમાઓ ઉતર ગુજરાતના વીજાપુર તાલુકાના બિલોદ્રા ગામેથી મળી આવી છે તે અહીના શિલ્પ સ્થાપત્ય વિભાગમાં શોભાયમાન છે. પૌરાણિક પ્રતિમાઓમાં ભગવાન મહાવીર સ્વામી ઉપરાંત તિર્થંકર નેમિનાથ, પાર્શ્વનાથ, ધર્મદેવ અને ઋષભદેવની પંચ પ્રતિમા જોવા મળે છે. યુરોપિયન આર્ટ વિભાગ શ્વેત આરસમાં કંડારવામાં આવેલી રાણી વિકટોરિયાની પ્રતિમા દર્શનીય છે. આ મૂર્તિ લંડનના શિલ્પકાર આલ્ફ્રેડ ગિલ્બર્ટે 1899માં બનાવી હતી. તદ ઉપરાંત ધાતુના શિલ્પોમાં 16મી થી 19મી સદીની શિલ્પો અહી જોવા મળે છે.