Image source: IANS
Mohan Yadav On Lord Krishna: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ભગવાન શ્રી કૃષ્ણના ‘માખણ ચોર’ ટેગને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ ‘માખણચોર’ નહોતા. તેમણે એક સંબોધનમાં જણાવ્યું કે તેમની સરકાર કૃષ્ણ ભગવાનને લઇને આ ખોટી ધારણા બદલવા માટે એક જાગૃતિ અભિયાન શરૂ કરશે. તેમનું કહેવું છે કે શ્રી કૃષ્ણનો માખણ પ્રેમ માત્ર ચંચળપણું નહોતુ, પણ તે અત્યાચાર સામેનો એક ઊંડો સંદેશ હતો
‘માખણચોર’ ખોટો ટેગ
મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને ‘માખણચોર’ કહેવાથી તેમની છબીને ખોટી રીતે રજૂ કરાઈ રહી છે. મુખ્યમંત્રી અનુસાર, શ્રી કૃષ્ણ દ્વારા માખણ ચોરી કરવાની ઘટના કંસના અત્યાચાર સામે પ્રતીકાત્મક બળવો હતો. કૃષ્ણ ભગવાને તેમના બાળમિત્રો સાથે મળીને માખણ ચોરી કરી આ સંદેશ આપ્યો હતો કે અત્યાચારીઓને લોકોના અધિકાર ન મળવા જોઈએ. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ સમય છે કે સમાજ આ ઐતિહાસિક ગેરસમજને સુધારે અને શ્રીકૃષ્ણની શીખને સાચી રીતે સમજે.
સરકાર ચલાવશે અભિયાન
મધ્ય પ્રદેશની સરકાર આ અભિયાન દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક સ્તર પર જાગૃતિ ફેલાવવાની યોજના બનાવી રહી છે. શાળાઓ, કોલેજો અને સામાજિક કાર્યક્રમોમાં શ્રીકૃષ્ણના માખણ પ્રેમના પાછળના સાચા તથ્યો જણાવવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અભિયાન ધાર્મિક નથી, પરંતુ સામાજિક એકતાને પણ પ્રોત્સાહન આપશે. સરકારનો ધ્યેય છે કે લોકો શ્રીકૃષ્ણને માત્ર એક ચંચળ બાળક તરીકે નહીં, પરંતુ એક સમાજ સુધારક અને ફિલોસોફર તરીકે જુએ.