જુની બિલ્ડીંગમાં લગાવવામાં આવેલી છત જોખમી
સૌથી સલામત અને ઇન્ફેક્શન ફ્રી ગણાતા ગાયનેકના આઇસીયુ પાસે જ છતમાંથી સીટ્સ ધડાકાભેર પડીઃજાનહાની નહીં
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગની છતમાં લગાવવામાં
આવેલી ફોલ સીલીંગ સીટ્સ જોખમી સાબિત થઇ રહી છે. અગાઉ આંખના ઓપરેશન થિયેટર બાદ અન્ય
વોર્ડમાં પણ આ સિટ્સ પડી હોવાના દાખલા છે ત્યારે તાજેતરમાં લેબર વોર્ડમાં આ ફોલ
સીલીંગ સિટ્સ ધડાકાભેર પડી છે જેના કારણે દોડધામ થઇ ગઇ હતી. જોકે, કોઇ જાનહાની કે
દર્દી-સ્ટાફને નુકશાન આ ઘટનામાં થયું ન હતું.
ગાંધીનગર સિવિલમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું
નિર્માણ થયું છે. છતમાંથી પાણી ટપકવાની સમસ્યા હવે લગભગ દરેક વોર્ડમાં કાયમી બની
ગઇ છે ત્યારે ફોલ સીલીંગની સિટ્સ પણ તૂટી પડતી હોવાનો સિલસિલો શરૃ થયો છે. અગાઉ
નવા જ બનાવવામાં આવેલી આંખના ઓપરેશન થિયેટરમાં આ સિટ્સ તૂટી પડતા લગભગ દસેક દિવસ
ઓપરેશ મુલતવી રાખવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આજે સિવિલના
ગાયેનક વિભાગના લેબર વોર્ડમાં ગઇકાલે છતમાંથી પોપડા પડયા હતા.જ્યાં ગાયેનક વિભાગના
ક્રિટકલ દર્દીઓને રાખવામાં આવે છે તે એચડીયુમાં આ પ્રકારની ઘટના સામે આવી છે.
ઘડાકાભેગ ઘણી બધી ફોલ સીલીંગ સિટ્સ પડતા દોડધામ મચી ગઇ હતી. જોકે સદનસીબે આ
ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઉલ્લેખનીય
છે કે, સિવિલની
છતમાં લગાવવામાં આવેલી ફોલ સીંલીંગની સિટ્સ ઉપર મોટા ઉંદરો દોડતા હોવાથી અને તે આ
સિટ્સ હટાવીને ત્યાંથી અવર-જવર કરતા હોવાથી આ સિટ્સ પડી જતી હોય છે ત્યારે તેનો પણ
કાયમી ઉકેલ લાવવો જરૃરી છે.