વડોદરાઃ વડોદરામાં એક યુવક પર પોલીસના નામે હુમલો કરવામાં આવ્યો હતો.એટલું જ નહિ પણ હુમલો કર્યા બાદ ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં દાખલ થતાં એક હુમલાખોર ત્યાં પણ લાકડી લઇને પહોંચી ગયો હતો.
રણોલીના બારોટ ફળિયામાં રહેતા અને ખેતી કામ કરતા દિલીપ મકવાણાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૧મીએ સવારે પોણા અગિયારેક વાગે દેવરાજ બારોટ અને સન્ની સિંગે મને રોક્યો હતો અને પોલીસને અમારા વિશે કેમ ખોટું કહે છે તેમ કહી એક જણાએ હાથ પકડયા હતા અને બીજાએ માથામાં કડા જેવા સાધનથી હુમલો કરતાં ઇજા થઇ હતી. ત્યારબાદ હું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયો ત્યારે પણ દેવરાજ લાકડી લઇને આવ્યો હતો.જેથી છાણી પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.