– પાલીતાણાના નોંધણવદર ગામ નજીકથી
– પોલીસે 3 ભેંસ,બોલેરો ગાડી ,મોબાઈલ મળી કુલ રૂા. 2.95 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : પાલીતાણાના નોંધણવદર ગામ નજીકથી કતલખાને લઈ જવાતી ત્રણ ભેંસ સાથે ત્રણ શખ્સને રૂ.૨.૯૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલીતાણા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ગારિયાધારથી સણોસરા તરફ બોલેરો ગાડી નંબર જીજે ૦૫ બીઝેડ ૯૪૫૯ માં ભેંસ ભરી નોંધણવદર પાસેથી પસાર થવાના છે. જે બાતમીના આધારે નોંધણવદર ગામ નજીક વોચ ગોઠવી ત્યારે ગારીયાધાર તરફથી આવી રહેલા ગાડીને ઊભી રખાવી તલાશી લેતા ગાડીમાં ખીચો ખીચ ક્રતા પૂર્વક ત્રણ ભેંસ મળી આવતા પોલીસે પશુઓને કબજે લઈ પોલીસે અકરમ ઉસ્માનભાઈ ડોડીયા ,જુનેદ આલમભાઈ પઠાણ અને અલ્પેશ બટુકભાઈ રાઠોડ ( રહે.તમામ સિહોર ) ને ત્રણ પશુ,બોલેરો ગાડી,મોબાઈલ મળી કુલ રૂ.૨,૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઈરફાન લાખણી ( રહે.સિહોર ) પાસેથી લાવી ગની કરીમભાઈ તરકવરિયાના કતલ ખાને લઈ જવાના હોવાની કબૂલાત કરતા પોલીસે પાંચ શખ્સ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.