બિહારમાં સરકારી જમીન પર વધતું દબાણ મોટી સમસ્યા
સ્વાસ્થ્ય કેન્દ્ર, ખાસમહલ, મઠ-મંદિર ઉપરાંત કૃષિ વિભાગની જમીનો પણ વેચવામાં આવી હોવાના અહેવાલથી હોબાળો
પટણા: બિહારમાં બારોબાર સરકારી જમીન વેચી નાખવાનો મામલો સામે આવ્યો છે. બિહારના કુઢનીમાં સ્વાસ્થ્ય કેન્દ્ર, ખાસમહાલ, મઠ-મંદિરની જમીન ઉપરાંત કૃષિ વિભાગની જમીન પણ વેચી દેવાની ઘટના ચર્ચામાં છે. એવામાં હવે એનએચએઆઇની જમીન પણ વેચી નાખવામાં આવી હોવાના અહેવાલો છે.