– જીએસટી રિફોર્મ થતા વેપારી-બધા વર્ગ માટે ‘ખુશીઓની દિવાળી’
– ગાંધીના નામે 60 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોંગ્રેસે ભારતને અન્ય દેશો પર નિર્ભર રાખ્યું, સ્વદેશીનું નામ સુધ્ધાં લીધું નહીં : રૂ. 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ
– સુદર્શનધારી-ચરખાધારી મોહનના માર્ગે ગુજરાત-ભારતે વિકાસની કેડી કંડારી, એક સમયે અમદાવાદ કરફ્યુમાં રક્તરંજિત રહેતું, આજે સૌથી સુરક્ષિત શહેર બન્યું
અમદાવાદ : ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિકોલમાં જાહેરસભામાં દેશવાસીઓને સ્વદેશી ખરીદવાનો સંકલ્પ કરવા આહ્વાન કર્યુ હતું. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે લોકોને અપીલ કરીકે, નવરાત્રી-દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો પણ આત્મનિર્ભરતાના ઉત્સવો બની રહેવા જોઈએ.