– જમ્મુમાં 24 કલાકમાં 15 ઇંચ, ઉધમપુરમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો : બાવન વર્ષનો રેકોર્ડ તૂટયો
– પૂરથી ભારે તારાજી : જમ્મુની નદીઓએ ભયજનક સપાટી વટાવી, 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, 60થી વધુ ટ્રેનો રદ
– હિમાચલમાં મણિમહેશ યાત્રા માટે ગયેલા હજારો શ્રદ્ધાળુઓ ભારે વરસાદ-પૂરના કારણે ફસાયા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાથી સ્થિતિ વધુ કથળી ગઇ છે. ભુસ્ખલન સહિતની વિવિધ વરસાદી ઘટનાઓમાં કુલ મૃત્યુઆંક ૪૧એ પહોંચી ગયો છે. મોટાભાગના મૃતકો વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ છે કે જેઓ પર ભુસ્ખલનની આફત આવી પડી હતી.